સરદાર સરોવર ડેમની પાસેનાં વિસ્તારમાં મોડી રાતે ભૂંકપનો તીવ્ર આંચકાઓ અનુભવાયો

Published on Trishul News at 11:41 AM, Fri, 19 July 2019

Last modified on July 19th, 2019 at 11:41 AM

સરદાર સરોવર ડેમની પાસેનાં વિસ્તારમાં મોડી રાતે ભૂંકપનાં તીવ્ર આંચકાઓ અનુભવાયા હતા. ગઇકાલે રાતે આશરે 2.15 કલાકે રેક્ટર સ્કેલ પર 3ની તીવ્રતાનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે. જોકે આ આંચકાને કારણે કોઇ નુકશાનનાં સમાચાર મળ્યાં નથી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ ડેમથી 53 કિમી દૂર નોંધવામાં આવ્યું છે. નોંધનીય છે કે સરદાર સરોવર ડેમ 8.5 સુધીની તીવ્રતાનો ભૂકંપ ખમી શકવાની ક્ષમતા ધરાવે છે. તો પણ સરદાર સરોવર ડેમ પાસે અનુભવાયેલા ભૂકંપનાં આંચકાને કારણે સામાન્ય માણસમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. ભૂકંપનો આંચકો રાતે અનુભવાયો જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ હાની થઇ ન હતી. આપને જણાવી દઇએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભૂકંપની 6.5થી વધુની તીવ્રતાનો, તેમજ 180 કિમી ઝડપે ફૂંકાતા વાવાઝોડાને પણ ખમી શકવાની ક્ષમતા ઘરાવે છે.

મહત્વનું છે કે ગત ઓગસ્ટમાં પણ નર્મદા ડેમ સાઇડ પર સાંજે ભૂકંપ નોંધાયો હતો. જો કે આ ભૂકંપ સામાન્ય હવાથી, કોઇ નુકસાન થયું નથી. 3.5 તીવ્રતાનો ભૂંકપ જમીનમાં 9.8 કિલોમીટરની ઊંડાઇએ આવ્યો હવાનું સિસ્મોગ્રાફિક્લ વિભાગ દ્વારા જાણાવવમાં આવ્યું છે. જો કે ભૂકંપથી જમીનની ઉપરની સતહ પર સામાન્ય હલનચલન અનુભવાયુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "સરદાર સરોવર ડેમની પાસેનાં વિસ્તારમાં મોડી રાતે ભૂંકપનો તીવ્ર આંચકાઓ અનુભવાયો"

Leave a comment

Your email address will not be published.


*