ભયંકર તબાહીની આગાહી: અહીયા આવ્યો 8.2ની તિવ્રતાનો જોરદાર ભૂકંપ- જુઓ વિડીયો

અમેરિકા: બુધવારે રાતે અમેરિકાના અલાસ્કા પેનિનસુલામાં ભયંકર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 જણાવાય છે. આ ઝટકા એટલા તેજ હતા…

અમેરિકા: બુધવારે રાતે અમેરિકાના અલાસ્કા પેનિનસુલામાં ભયંકર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 8.2 જણાવાય છે. આ ઝટકા એટલા તેજ હતા કે, ત્યારબાદ સુનામીની ચેતવણી જાહેર કરવી પડી છે. ભૂકંપના ઝટકાના કારણે ભયંકર તબાહીની આશંકા વ્યક્ત કરી છે. અત્યારે ભૂકંપથી થયેલા નુકસાનની જાણકારી માટે રાહ જોવી પડશે. NWS પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ પ્રશાંત મહાસાગરના કિનારે સુનામીની ચેતવણી જાહેર કરી છે. આ ઉપરાંત ગુઆમ અને હવાઈમાં પણ સાવચેતી રાખવા જાણવામાં આવ્યું છે. લોકોને કાંઠાથી દૂર સુરક્ષિત સ્થળે જવાનું સૂચવવામાં આવ્યું છે.

અમેરિકી જિયોલોજિકલ સર્વેએ રાતના 11.15 કલાકે જમીનથી નીચે 29 માઈલ નીચે ભૂકંપ અનુભવાયો હતો. USGSના જણાવ્યા પ્રમાણે, આ ઝટકા પછી ઉપરાંઉપરી બીજા 2 ઝટકા પણ અનુભવાયા હતા, જેની તિવ્રતા 6.2 અને 5.6 બતાવાઈ હતી. આ વિસ્તારમાં છેલ્લા સાત દિવસમાં 100 માઈલની અંદર 3 ની તિવ્રતાથી પણ વધારેનો ભૂકંપ આવ્યો નથી.

આ ભૂકંપ બાદ દક્ષિણ અલાસ્કા, અલાસ્કાના પેનિનસુલા અને Aleutian ટાપુ પર સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભૂકંપ જમીનની વધારે નીચે હોવાના કારણે એટલુ વધારે નુકસાન થયુ ન હોય, પણ તેનાથી જે સુનામી આવશે તે વિનાશકારી સાબિત થશે. તો વળી દેશના પશ્ચિમી તટ પર થનારા નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યુ છે.

ઇન્ડોનેશિયાના મિનાહાસા દ્વીપકલ્પમાં થોડા દિવસો પહેલા સાંજે 5:39 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઇ હતી. આ માહિતી સિસ્મોલોજીના નેશનલ સેંન્ટરે આપી હતી. ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર અને જિયોફિઝિકલ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ સુલાવેસીના લુવાક, કાબુપાટેન બંગગાઇ નજીક 6.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો. આ એજન્સીને ઇન્ડોનેશિયામાં ભૂકંપ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે મુખ્ય રાષ્ટ્રીય એજન્સી માનવામાં આવે છે. સોમવારે 26 જુલાઇએ ભુકંપ સ્થાનિક સમય અનુસાર રાત્રે 8:09 વાગ્યે કેન્દ્રની નીચે 10 કિલોમીટરની ઊંડાઈ પર આવ્યો હતો.

યુનાઇટેડ સ્ટેટ્સના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણે સુનામીની ચેતવણી આપતા જણાવ્યું છે કે, બુધવારે મોડી રાત્રે અલાસ્કાના પ્રાયદ્રીપમાં 8.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. યુ.એસ.જી.એસ.એ જણાવ્યા અનુસાર, ભૂકંપ પેરીવિલે શહેરના દક્ષિણપૂર્વમાં 56 માઇલની આસપાસ કેન્દ્ર બિંદુ છે. દક્ષિણ અલાસ્કા અને અલાસ્કાના પ્રાયદ્રીપ સાથે યુએસ સરકારે અલાસ્કાના દક્ષિણપૂર્વ માટે સુનામીની ચેતવણી કરવામાં આવી રહી છે. યુ.એસ. સુનામી ચેતવણી પ્રણાલીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ ભૂકંપ માટેના જોખમી સુનામી તરંગો દરિયાકાંઠે આવતા 3 કલાક જેટલો સમય લાગશે.

અગાઉ, 31 મેની રાત્રે અલાસ્કાના તલકિતના પર્વત વિસ્તારમાં 6.1ની તીવ્રતાનો ભુકંપ અનુભવાયો હતો અને સોમવારે સવાર સુધી હળવા આંચકાઓ ચાલુ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર, હોમરથી ફેરબેંક્સ સુધી આંચકા અનુભવાયા હતા. આ આંચકા એન્કોરેજ અને વાસીલા વિસ્તારોમાં ખૂબ જ મજબૂત હતા. જો કે, આંચકા પછી કોઈ જાનહાનિ કે મોટુ નુકસાન થયું નથી. અલાસ્કા સિસ્મોલોજિકલ સેન્ટરએ જણાવ્યું હતું કે, ભૂકંપ 44 કિલોમીટરની ઊંડાઈમાં તલકિતનાના પૂર્વમાં લગભગ 96 કિલોમીટરની આસપાસ કેન્દ્રિત હતો. ઘણી વાર અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

પેરીવિલે એ અલાસ્કાના સૌથી મોટા શહેર એન્કોરેજથી લગભગ 500 માઇલ દૂર એક નાનું ગામ છે. ઓક્ટોબરમાં અલાસ્કાના દક્ષિણ કાંઠામાં 7.5 ની તીવ્રતાના ભુકંપના કારણે સુનામી આવી હતી પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી. અલાસ્કાએ ભૂકંપથી સક્રિય પેસિફિક રીંગ ઓફ ફાયરનો એક ભાગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *