વલસાડના અનેક વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા- આજથી 21 વર્ષ પહેલા આજના દિવસે કચ્છમાં ભૂકંપથી 30 હજાર લોકો મર્યા હતા

વલસાડ (Valsad) જિલ્લાના અનેક વિસ્તારો આજે ભૂકંપથી પ્રભાવિત થયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર વલસાડથી 49 કિમી દૂર…

વલસાડ (Valsad) જિલ્લાના અનેક વિસ્તારો આજે ભૂકંપથી પ્રભાવિત થયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર વલસાડથી 49 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપ આજે બપોરે 12.46 કલાકે આવ્યો હતો. આજે સમગ્ર દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લાના અનેક વિસ્તારો હચમચી ઉઠ્યા હતા.

2001માં આ દિવસે ગુજરાતના કચ્છ (kachchh 2001) જિલ્લામાં ભૂકંપના આંચકાએ તબાહી મચાવી હતી. શુક્રવાર 26 જાન્યુઆરી 2001ના રોજ સવારે 8:45 વાગ્યે, કચ્છ જિલ્લો દેશના અન્ય ભાગો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતો.

રિક્ટર સ્કેલ પર 6.9 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ થોડી જ ક્ષણોમાં બધું નાશ પામ્યું હતું. ધરતીકંપને કારણે હજારો ઈમારતો કાર્ડની જેમ ધરાસાઈ થઈ ગઈ, જેમાં અંદાજે 30,000 લોકોના જીવ ગયા હતા.

અગાઉ 1956માં પણ કચ્છના અંજારમાં ભૂકંપ નોંધાયો હતો. આમ, પાંચ દાયકા બાદ 2001માં કચ્છમાં વધુ એક ધરતીકંપના કારણે મોટાપાયે વિનાશ સર્જાયો હતો. સમગ્ર ગુજરાતમાં ભૂકંપની અસર થઈ છે. જેમાં અમદાવાદમાં પણ ભારે નુકસાન નોંધાયું હતું. કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકોને એક ક્ષણ માટે પણ ખબર ન પડી કે તે ભૂકંપ છે, પરંતુ જ્યારે આવ્યો ત્યારે તેમણે ચારે બાજુ તબાહી જોઈ હતી અને લોકોને મારતા જોયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *