આવી રીતે મીઠું ખાવાથી દર વર્ષે 30 લાખ લોકો મોતને ભેટી રહ્યા છે, વાંચી લો નહીતર આ લીસ્ટમાં તમારું પણ નામ ચડી જશે

મીઠું(salt) એ જીવન જરૂરીયાત ની વસ્તુ છે. તેના વગર ખોરાકમાં સ્વાદ આવતો નથી અને તે ફિક્કો લાગે છે આથી મીઠા વગર ભોજનની કલ્પના કરવી અશક્ય…

મીઠું(salt) એ જીવન જરૂરીયાત ની વસ્તુ છે. તેના વગર ખોરાકમાં સ્વાદ આવતો નથી અને તે ફિક્કો લાગે છે આથી મીઠા વગર ભોજનની કલ્પના કરવી અશક્ય છે. જો કે વધારે પડતો નમકીન ખોરાક લેવો એ આરોગ્ય માટે ખૂબજ નુકસાનકારક છે. વિશ્વ આરોગ્ય સંસ્થામાં કરવામાં આવેલા એક રિચર્ચ મુજબ દર વર્ષે ૩૦ લાખથી વધુ લોકોના મુત્યુ મીઠાનું અતિ સેવન કરવાથી થાય છે આથી મીઠાનો વપરાશ ઓછો કરવા માટે ભલામણ કરવામાં આવી છે.

તેમજ ખાધ પર્યાવરણમાં સુધારણા અને જીવન બચાવવા માટે ૬૦ થી વધુ ફૂડ કેટેગરીઝમાં સોડિયમ લેવલના નવા અનેક માપદંડ તૈયાર કરવામાં આવ્યા છે. અને એવું માનવામાં આવે છે કે આ નવા બેંચમાર્કથી વર્ષ ૨૦૨૫ સુધી માં  મીઠાના વપરાશમાં ૩૦ ટકા જેટલો ઘટાડો કરવામાં આવશે.

દરેક વ્યકિતએ રોજ ૫ ગ્રામથી વધારે મીઠાનો ઉપયોગ કરવો જોઇએ
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ લોકો સરેરાશ રોજ ના ૯ થી ૧૨ ગ્રામ મીઠાનું સેવન કરે છે. જયારે દરેક વ્યકિતએ રોજ ૫ ગ્રામથી વધારે નમકનો ઉપયોગ કરવો જોઇએ. આપણે સૌ જાણીએ છીએ કે સોડિયમ એટલે કે મીઠું અને મીઠું એ આપણા દૈનિક આહારનો એક હિસ્સો છે કારણ કે શરીરને હાઇડ્રોટેડ રાખવામાં મદદ કરે છે એટલું જ નહી આપનાં શરીરને શારીરિક રીતે પણ એકટિવ રાખવામાં મદદ કરે છે.

મીઠાં ના સેવનથી થાયરોઇડનું સ્તર સારુ થાય છે. મીઠું એ લો બ્લેડ પ્રેશરને નોર્મલ કરે છે. સિસ્ટિક ફાઇબ્રોસિસના લક્ષણોમાં સુધારો કરે છે પરંતુ જયારે તેનું હાઇબીપી,સ્ટોક અને કિડનીની સમસ્યા ઉભી કરે છે. નવા નિર્દેશો મુજબ ૬૦ થી વધુ ફૂડ કેટેગરીઝમાં સોડિયમ લેવલ જાળવી રાખવા લોકોને મીઠાં નું ઓછું સેવન કરવા પ્રોત્સાહન આપશે.

વિશ્વમાં એક અબજથી પણ વધુ લોકો હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવે છે
એટલું જ નહી પણ વિશ્વ આરોગ્ય સંસ્થાનો મુખ્ય હેતું પ્રોસેસ્ડ ફૂડ આઇટમ્સની જયાં જ્યાં વપરાશ વધારે થાય છે ત્યાં સોડિયમ એટલે કે મીઠાનું સેવન ઓછું કરવાનો છે. સોડિયમ બેંચમાર્ક જુદા જુદા પ્રોસેસ્ડ ફૂડ પેક, નમકીન સ્નેકસ, મીટ પ્રોડકટ અને પનીરમાં સોડિયમના પ્રમાણ અંગે 5 મે ના રોજ નવા માપદંડ બહાર પાડવામાં આવ્યા છે.

બહાર પાડવામાં આવેલી ગાઇડન્સ મુજબ ૧૦૦ ગ્રામ પોટેટો વેફરમાં ૧૦૦ મિલીગ્રામ સોડિયમ હોવું જોઇએ જયારે પાઇ અને પેસ્ટ્રીમાં ૧૨૦ ગ્રામ સુધી, પ્રોસેસ્ડ મીટમાં ૩૪૦ મિલીગ્રામ મીઠાં થી વધારે પ્રમાણ માં મીઠું હોવું જોઇએ નહી. વિશ્વમાં રોજનું પાંચ ગ્રામ કરતા બમણા મીઠાનો ઉપયોગ થતો હોવાથી હ્વદય ને સંબંધી બીમારીઓનો ખતરો વધી રહયો છે. વિશ્વમાં એક અબજથી પણ વધુ લોકો હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવે છે તેના માટે પણ મીઠાનું વધારે પડતું સેવન કરવું એ જવાબદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *