કોરોના વચ્ચે રાજ્યમાં શાળા-કોલેજો ખુલશે કે નહી? આખરે શિક્ષણમંત્રીએ લીધો અંતિમ નિર્ણય

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ શાળાઓની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં પણ શાળાઓની શરૂઆત કરવાં અંગે શિક્ષણમંત્રી…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ શાળાઓની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં પણ શાળાઓની શરૂઆત કરવાં અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઘણીવાર જાહેરાત કરવામાં આવતી હોય છે. હાલમાં પણ શાળાની શરૂઆત કરવાં અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ થોડી જાણકારી આપી છે.

જેને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધતાં જાય છે એમ છતાં સરકાર દિવાળી બાદ વિદ્યાર્થીઓ માટે શાળાની શરૂઆત કરવાની વિચારણા કરી રહી છે. અગાઉ કન્ટેન્મેન્ટ વિસ્તારથી દૂરના ગામડા તથા નાના શહેરોમાં ઓગસ્ટ માસમાં ફરીથી સ્કૂલની શરૂઆત કરવાની યોજના સરકારે ઘડી હતી. જો કે, હવે કોરોના વાયરસનું સંક્રમણ મોટા શહેરોમાંથી નાના શહેરો તેમજ વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે.

‘ઓલ ગુજરાત પેરેન્ટસ એસોસિએશન’ ના પ્રમુખ નરેશ શાહે દિવાળી બાદ પણ શાળાની શરૂઆત કરવાનો પ્રસ્તાવ આવકાર્યો છે. તેમણે જણાવતાં કહ્યું કે, કુલ 1.25 કરોડ વિદ્યાર્થીઓ રહેલાં છે. એમનું સ્વાસ્થ્ય સારું રહે એ વધુ જરૂરી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં કોરોનાના કેસ વધતા માર્ચ મહિનાથી જ શાળા તેમજ કોલેજોમાં રજા આપી દેવામાં આવી હતી પન હવે એને તબક્કાવાર ખોલવા વિચારણા ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું કે, ધોરણ 9-12 ધોરણનાં વિદ્યાર્થીઓ માટે 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખુલશે. જો કે, વાલીઓની લેખિત પરવાનગી લેવામાં આવશે અને કુલ 2 વિદ્યાર્થીઓની વચ્ચે 6 ફૂટનું અંતર રાખવામાં આવશે.

તબક્કાવાર કલાસ ચાલે એ પ્રમાણે આયોજન કરવા શાળા સંચાલકોની સાથે શરતો રાખવામાં આવશે. આરોગ્ય મંત્રાલયની સ્ટાંડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP મુજબ વિદ્યાર્થીઓએ શાળાએ જવુ કે નહીં તે વિદ્યાર્થીઓ પર નિર્ભર રહેશે. આ તમામ ગાઈડલાઈન અગાઉ આપેલ નિર્ણયને આધારે નક્કી કરવામાં આવી હતી પરંતુ હાલમાં આજે જ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. આજે કેબિનેટની મળેલ મીટીંગમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં જણાવતાં કહ્યું છે કે, સમગ્ર રાજ્યમાં હાલમાં શાળાઓ ખૂલશે નહી. જેથી રાજ્યના ધોરણ 9-12 નાં વિદ્યાર્થી પણ શાળાએ નહીં જઈ શકે પન કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મરજીયાત રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *