દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ હોવાં છતાં જૈફ બેજોસે ગર્લફ્રેન્ડના ભાઈ પાસે માગ્યા કરોડો રૂપિયા- કારણ જાણીને ચોંકી ઉઠશો

હાલમાં એક ખુબ ચોંકાવનાર જાણકારી સામે આવી છે. સમગ્ર વિશ્વનાં સૌથી ધનવાન વ્યક્તિ તથા અમેજોનના માલિક જેફ બેજોસે તેની ગર્લફ્રેન્ડના ભાઈની પાસે નુકશાનીના ભાઈ પાસે…

હાલમાં એક ખુબ ચોંકાવનાર જાણકારી સામે આવી છે. સમગ્ર વિશ્વનાં સૌથી ધનવાન વ્યક્તિ તથા અમેજોનના માલિક જેફ બેજોસે તેની ગર્લફ્રેન્ડના ભાઈની પાસે નુકશાનીના ભાઈ પાસે 12.3 કરોડ રુપિયા માગ્યા છે. હકીકતમાં બેજોસની ગર્લફ્રેન્ડ લોરેન સૈન્ચેજના ભાઈ માઈકલ સૈન્ચેજ તેના ઉપર માનહાનીનો દાવો કરવામાં આવ્યો હતો.

માઈકલ આ કેસ હારી ગયો હતો. આ જ લીધે હવે બેજોસે માઈકલની પાસે માંગણી કરવામાં આવી છે કે, તે લિગલ ફિ તરીકે ખર્ચ થયેલ પૈસા ચુકવે. તો આવો જાણીએ આ બન્નેની વચ્ચે વિવાદની શરૂઆત કેવી રીતે થઈ? આ વિવાદની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી.

આ સમયે લોરેન તથા બેજોસ વિવાહિત હતા પણ બન્ને વચ્ચેના અફેરની જાણ National Enquirer તથા Page Six મેગેજીનને થઈ ગઈ હતી. મેગેજીનમાં લોરેન તથા બેજોસ પ્રાઈવેટ મેસેજ છાપવામાં આવ્યા હતા. મેગેજીને એમ પણ જણાવ્યું હતું કે, તેની પાસે કપલની એવી તસવીરો પણ છે કે, જેને છાપવી યોગ્ય નહી હોય.

મેગેજીનમાં રિપોર્ટ પ્રકાશિત થયાના કેટલાક કલાક અગાઉ બેજોસે પોતાની પત્ની મેકેન્જીની સાથે ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ માઈકલ સૈન્ચેજે આક્ષેપ લગાવ્યો હતો કે, બેજોસે પત્રકારોને કહ્યું કે તેમણે જ નેકેડ ફોટા મેગેજીનને આપ્યા હતા.

માઈકલે જણાવતાં કહ્યુ હતું કે, બેજોસે લગાવેલ આરોપ પછી તેમની માનહાની થઈ છે. જો કે, પુરાવા ન હોવાને લીધે જજ દ્વારા દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો. જયારે બીજી બાજુ બેજોસે કોર્ટમાં જણાવતાં કહ્યું હતું કે, તેમણે ક્યારેય પણ માઈકલ ઉપર ફોટો લીક કરવાનો આરોપ લગાવ્યો નથી.

ઉપરની કોર્ટમાં અપીલ કરશે :
બેજોસ જણાવે છે કે, માઈકલે તેમની બહેન (તેમની ગર્લફ્રેન્ડ) અને તેમને દગો આપ્યો હતો. આની સાથે આક્ષેપ લગાવ્યો હતો કે, માઈકલે અંદાજે 14 લાખ રૂપિયામાં ખાનગી વાતચિત ટેબ્લોઈડને વેચી દેવામાં આવી હતી. જયારે બીજી બાજુ સૈન્ચેજના વકીલ ટોમ વારેન જણાવે છે કે, અરબપતિ તરફથી લીગલ ફી ચુકવવા માટે કરેલ અનુરોધ અશ્લિલ તથા ખરાબ છે. આની પહેલા વોરેને જણાવ્યું હતુ કે, જેફ બેજોસની સામે માનહાનીનો કેસ હાર્યા પછી માઈકલ સૈન્ચેજ ઉપરની કોર્ટમાં અપીલ કરવાનો વિચાર રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *