હાર્દિકની કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની નિમણૂંકથી સિનિયર નેતાઓમાં નારાજગી કે પછી પદ છીનવાઈ જવાનો ડર ?

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક થતાં કોંગ્રેસના સિનિયર આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે ગુજરાતમાં કાયમી પ્રમુખ તરીકે હાર્દિક પટેલ એક…

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક થતાં કોંગ્રેસના સિનિયર આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે ગુજરાતમાં કાયમી પ્રમુખ તરીકે હાર્દિક પટેલ એક મજબૂત દાવેદાર તરીકે પ્રસ્થાપિત થાય તો કોંગ્રેસના જૂના નેતાઓની બાદબાકી થઇ શકે છે.

જો કે, કોંગ્રેસના કેટલાક નેતાઓનું કહેવું છે કે, કાર્યકારી પ્રમુખ તરીકે અગાઉ પણ ચાર આગેવાનોની નિમણૂક કરવામાં આવી હતી. તેથી એવું બની શકે કે હજુ બીજા ત્રણ કાર્યકારી પ્રમુખ અલગ-અલગ ઝોન પ્રમાણેની કામગીરી સાથે બનાવવામાં આવી શકે છે, જેમાં હાર્દિક પટેલને સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

જ્યારે કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ એવું પણ કહી રહ્યા છે કે, છેલ્લા ઘણાં વર્ષોથી કોંગ્રેસ બેઠી થઈ શકતી ન હોવાથી હાઈ કમાન્ડે એક યુવા નેતા તરીકે હાર્દિક પટેલને કાર્યકારીમાંથી કાયમી પ્રમુખ પણ બનાવી શકે છે.

હાર્દિક પટેલ એક પાટીદાર નેતાની સાથે યુવા નેતા તરીકે પણ કોંગ્રેસને આગળ વધારવામાં મદદરૂપ થઈ શકે તેમ છે. જે પ્રમાણે કોંગ્રેસ હાઇકમાન્ડે હાર્દિકને જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે તે જોતા એવું લાગે છે કે ગુજરાતમાં સિનિયર નેતાઓ ગણાતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કેટલાક નેતાઓને કદ પ્રમાણે વેતરવામાં આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા ની આગેવાનીમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પાછળ તેઓ એ ક્યાંકને ક્યાંક સંગઠનમાં ચાલી રહેલો વિખવાદ ને જવાબદાર ગણાવ્યો હતો.

જોકે એ વાત નોંધનીય છે કે કોંગ્રેસ સંગઠન માં ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે જેને લીધે પક્ષના ધારાસભ્યો સહિત અનેક નેતાઓ છેલ્લા ઘણા સમયથી નારાજ છે વળી કોંગ્રેસ ને 2017માં જે સારું પરફોર્મન્સ વિધાનસભાની ચૂંટણીઓમાં મળ્યું હતું તેના પાછળ પણ ક્યાંક ને ક્યાંક હાર્દિક પટેલની પ્રચાર નીતિ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.ત્યારે ગુજરાત કોંગ્રેસના હવે આગામી સમયમાં નવા સંગઠનમાં યુવા નેતાઓને જ સ્થાન મળે તો પણ નવાઈ નહીં !

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *