ક્રિસમસ સેલિબ્રેટ કરવા ઘરે બનાવો એગલેસ કેક નોંધી લો રેસિપી…

Published on Trishul News at 1:11 PM, Mon, 24 December 2018

Last modified on December 24th, 2018 at 1:11 PM

આપણામાંથી ઘણા ધાર્મિક, સામાજિક કે અન્ય કોઈપણ કારણોસર એગ/ઈંડા ખાવાથી દૂર રહે છે. પરિણામ સ્વરૂપ તેઓ કેકની મજા નથી માણી શકતા, હોમ-મેડ કેક પણ રેસિપીના “આંધળા” અનુકરણને કારણે ઘણી વાર વ્યવસ્થિત નથી બનતી. તેથી જ આજે કેકમાં ઈંડાનું મહત્વ અને એના રીપ્લેસમેન્ટ અંગે આપણે વાત કરીશું અને સાથે જ જોઈશું થોડી એગલેસ કેક રેસીપીઝ.

ઈંડું કેક માટે મહત્વનું છે, તે મુખ્યત્વે લીવનીંગ એજન્ટનું કામ કરે છે, જેને લીધે કેક હલકી અને હવા ભરેલી બને છે. એટલે જો આપણે ઈંડાને બદલે એવી કોઈક વસ્તુ ઉમેરીએ કે જેને લીધે કેક હલકી અને હવા ભરેલી બને તો તે ઈંડું ઉમેર્યા બરાબર ગણાશે. અહી નીચેના ટેબલમાં આવી કેટલીક વસ્તુ/મિશ્રણ અને તેનું માપ (એક ઈંડાને બરાબર) આપેલ છે તે વાપરી શકાય છે. જો એકથી વધુ ઈંડા વાળી કેક હોય તો માપ એ રીતે બદલવું.

 

સામગ્રી/મિશ્રણ માપ
એપલ સોસ 1/3 કપ (અથવા ¼ કપ સોસ + 1 ટીસ્પૂન બેકિંગ પાઉડર)
કેળાની પ્યુરી ¼ કપ
દહીં ¼ કપ
ઘી અથવા વેજીટેબલ ઓઈલ ¼ કપ
છાશ ¼ કપ
અળસી 1 ટેબલસ્પૂન અળસીનો પાઉડર + 3 ટેબલસ્પૂન પાણી
આરારૂટનો પાઉડર 2 ટેબલસ્પૂન

 

સ્ટ્રોબેરી યોગર્ટ કેક

સામગ્રી:

1 કપ મેંદો

½ ટીસ્પૂન બેકિંગ પાઉડર

½ ટીસ્પૂન બેકિંગ સોડા

2 ટેબલસ્પૂન બટર (નરમ પડેલું)

1 ¾ ટેબલસ્પૂન ઘી

2/3 કપ+1 ½ ટેબલસ્પૂન ખાંડ

½ ટીસ્પૂન વેનીલા એસેન્સ

¾ કપ છાશ

1 કપ પાતળી સ્લાઈસમાં સમારેલી સ્ટ્રોબેરી

રીત:

સૌથી પહેલા ઓવેનને 175° સે. પર પ્રીહીટ કરવા મૂકો અને 9” ના કેક પેનને બરાબર ગ્રીઝ કરી લો. (બટર અથવા ઘી વડે બધી જ બાજુઓને પૂરતી ચીકણી કરવી)

એક બાઉલમાં મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા લઇ બરાબર ભેળવી લો.

હવે અન્ય એક બાઉલમાં બટર, ઘી અને 2/3 કપ ખાંડ લઇ તેને ઇલેક્ટ્રિક બીટર વડે તેનો રંગ બદલાય અને હવાવાળું ના લાગે ત્યાંસુધી, આશરે બે મિનીટ માટે, બરાબર ફેંટો. હવે તેમાં વેનીલા એસેન્સ ઉમેરીને, બરાબર ભળી ન જાય ત્યાંસુધી ફેંટો.

હવે ધીરે ધીરે તેમાં 3 બેચમાં મેંદા વાળું મિશ્રણ અને છાશ વારાફરતી ઉમેરતા જઈને મિક્સ કરતા જાઓ. આ મિશ્રણ એવી રીતે ઉમેરવું જેથી મિક્સિંગ પ્રોસીજરની શરૂઆત અને અંત બંને મેંદાના મિશ્રણથી જ થાય. મિશ્રણને બહુ ફેંટવું નહિ, ફક્ત બરાબર ભળી જાય ત્યાંસુધી જ ફેંટવું.

હવે આ મિશ્રણમાં ધીરે ધીરે સ્ટ્રોબેરીની પાતળી ચીરીઓ ઉમેરવી અને સાચવીને મિક્સ કરી લેવું.

કેક બેટરને પેનમાં પાથરી દેવું. ઉપર થોડી સ્ટ્રોબેરીની ચીરીઓ ગોઠવાવી અને 1 ½ ટેબલસ્પૂન ખાંડ ભભરાવી દેવી.

કેકને એનું ટોપ ગોલ્ડન થાય ત્યાંસુધી બેક કરી લો, આશરે 25 થી 30 મિનીટ માટે.

કેક તૈયાર થઇ જાય એટલે એમ જ અથવા વ્હીપ્ડ ક્રીમ કે આઈસ્ક્રીમ સાથે મજા માણો.

Be the first to comment on "ક્રિસમસ સેલિબ્રેટ કરવા ઘરે બનાવો એગલેસ કેક નોંધી લો રેસિપી…"

Leave a comment

Your email address will not be published.


*