શાંતિ, ભાઈચારો જળવાઈ રહે તે માટે આવતીકાલે સુરતમાં ઈદ-એ-મિલાદ નું ઝુલુસ નહીં નીકળે

આજે સુપ્રીમ કોર્ટ દ્વારા રામજન્મભૂમિ વિવાદ નો અંત લાવતા વિવાદિત જમીન પર રામ મંદિર બનશે તે તરફે ચુકાદો આપ્યો હતો અને વકફ બોર્ડને અયોધ્યામાં પાંચ…

આજે સુપ્રીમ કોર્ટ દ્વારા રામજન્મભૂમિ વિવાદ નો અંત લાવતા વિવાદિત જમીન પર રામ મંદિર બનશે તે તરફે ચુકાદો આપ્યો હતો અને વકફ બોર્ડને અયોધ્યામાં પાંચ એકર જમીન ફાળવવામાં આવશે તે નિર્ણય સંભળાવ્યો હતો તે સાથે આવતીકાલે ઈદ એ મિલાદ ની ઉજવણી પર દેશભરમાં કરવામાં આવનાર છે. તે પહેલાં હિન્દુ-મુસ્લિમ ભાઇચારા નું ઉદાહરણ સુરતના મુસ્લિમ સમાજ પૂરું પાડ્યું છે.

આવતીકાલે હઝરત મહંમદ પયગમ્બર સાહેબના જન્મ દિવસ (ઈદ-એ-મિલાદ) નિમિત્તે દર વર્ષે ઈદે મિલાદુનનબી કમિટી ચેરીટેબલ ટ્રસ્ટની આગેવાની હેઠળ કોમી એકતા, શાંતિ અને ભાઈચારાના સંદેશ સાથે બડેખાં ચકલા થી કોટ સફિલ રોડ થઈ ભાગળથી રાજ માર્ગ થઈ હઝરત ખ્વાજા દાના સુધી તા. 10/11/2019ના રવિવારે નિકળનાર ઝુલુસ શહેરની શાંતિ અને સૌહાર્દ કાયમી બની રહે એ માટે આ વર્ષનું ઝુલુસ મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.

મુસ્લિમ સમાજના આ નિર્ણયને ખૂબ સારો ગણાવીને હિંદુ ભાઈઓ માં પણ હકારાત્મક મેસેજ ગયો છે. દેશભરમાંથી હજી સુધી કોઈ વિરોધ કે નકારાત્મક અહેવાલો આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. આવતીકાલે સુરતમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *