ખેડૂતની 30 હજારની કેરી લૂંટાઈ ગઈ, દુઃખ જોઈ ભગવાનરૂપી અજાણ્યા વ્યક્તિએ આપી દીધા લાખો રૂપિયા

ફળ વેચનારા ફુલ મીયાના ઘરે ઈદની રોનક પાછી ફરી છે. ઈદ થી ઠીક પહેલા તેની રેકડીમાંથી 30 હજાર રૂપિયાની કેરીની લોકોએ લૂંટ કરી હતી. તેના…

ફળ વેચનારા ફુલ મીયાના ઘરે ઈદની રોનક પાછી ફરી છે. ઈદ થી ઠીક પહેલા તેની રેકડીમાંથી 30 હજાર રૂપિયાની કેરીની લોકોએ લૂંટ કરી હતી. તેના ઘરમાં રડવાનો માહોલ હતો. ત્યારબાદ સમાજના લોકોએ મદદ કરવાની શરૂઆત કરી અને ૨૪ કલાકમાં જ તેની પાસે આઠ લાખ રૂપિયાથી પણ વધારેની મદદ પહોંચી ગઈ અને હવે સમાજની આ ઈદી તેને જીવતા રેહશે ત્યાં સુધી યાદ રેહશે.

જગતપુરીના ચંદ્રનગર રોડ પર ૩૦ હજાર રૂપિયા ની કેરીઓ લૂંટાયા બાદ હતાશ થઈ ગયેલા ફળ વેપારી મિયા છોટેના ચહેરા ઉપર હવે રોનક આવી ગઇ છે. લૂંટનો વિડીયો વાયરલ થયા બાદ મીડિયામાં ખબર છપાણી તો દેશભરમાંથી ઘણાં લોકોએ તેની મદદ માટે આગળ આવ્યા. અત્યાર સુધી આઠ લાખ રૂપિયાથી પણ વધારેની રકમ મદદગાર હોય તેના સુધી પહોંચાડી છે. મીડિયા તથા લોકોનો આભાર માનતા તે કહે છે કે હવે હું ઈદની ઉજવણી શાનદાર રીતે કરી શકીશ.

ચંદ્રનગર સ્થિત હેપી ઇંગ્લિશ સ્કૂલ સામે તે ઘણા વર્ષોથી રેકડી લગાવી ફળ વેચવાનું કામ કરે છે. તે પરિવાર સાથે જગતપૂરીમાં રહે છે. બુધવારની સવારે સ્કૂલ સામે બે જૂથો વચ્ચે લડાઈ ચાલી રહી હતી. એક જૂથે ધમકાવ્યા બાદ તે રેકડી લઈને આગળ ચાલ્યો તો પાછળ પડેલા કેરેટમાંથી લોકો કેરીઓ લૂંટવા લાગ્યા. વાયરલ વિડીયોમાં દેખાય એવું છે કે લોકો સ્કૂટર અને ગાડીઓ રોકીને કેરીઓ લૂંટી રહ્યા છે. તેના લીધે રોડ પર પણ ટ્રાફિક જામ થઈ ગયો. તેનો દાવો છે કે તેને ૩૦ હજાર રૂપિયાનું નુકસાન થયું હતું.

આ વીડિયો વાયરલ થઈ ગયો. મીડિયામાં આને લઈને સમાચાર છપાયા તો લોકોએ તેની મદદ માટે આગળ આવ્યા. તેની મદદ માટે દેશભરમાંથી હજારો હાથ આગળ આવ્યા. 33 હજાર રૂપિયાના નુકસાનથી પરેશાન હતો પરંતુ જ્યારે લોકોની મદદથી તેના ખાતામાં આઠ લાખ રૂપિયાથી પણ વધારે રકમ પહોંચી ગઈ છે. છોટે કહે છે મીડિયાએ મારું દર્દ વ્યક્ત કર્યું જેનાથી દેશભરમાં લોકોએ મદદ માટે હાથ આગળ વધાર્યા. હું તમામ લોકોનો આભાર માનું છું જેના કારણે મારી ઈદ સારી થવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *