કોરોનામાં ગુજરી જનારની અંતિમ વિધી કરે છે એકતા ટ્રસ્ટના અબ્દુલભાઈ અને તેની ટીમ

Published on: 11:40 am, Sat, 25 July 20

સુરત શહેરમાં કરોનાવાયરસના કારણે ગુજરી જનારના પરિવારને શબની અંતિમ વિધી કરવામાં મુશ્કેલી હોય તો એકતા ટ્રસ્ટ તેમને મદદ કરે છે !

આ ટ્રસ્ટ તેની પાંચ પૈકીની બે એમ્બ્યુલન્સ શબની અંતિમ વિધી માટે રાખી છે,આ એમ્બ્યુલન્સમાં ટ્રસ્ટના પાંચ સાત સ્વંયસેવકો સુરક્ષા કીટ પહેરીને મરનારના ધર્મ મુજબ, હિંદુના શબને ગેસના સ્મશાનગૃહમાં બાળીને અને મુસ્લિમ શબને દસ ફુટના ખાડામાં દાટીને, દુર ઊભેલા પરિવાર જનોની હાજરીમાં પુરા સન્માન સહિત અંતિમ ક્રિયા કરી આપવામાં આપે છે !

અંતિમ વિધી પત્યા પછી એમ્બ્યુલન્સની સારી રીતે સેનેટાઈઝ કરવામાં આવે છે અને કાર્ય કરનાર સ્વંયસેવકો
તેમની કિટને સળગાવી નાંખે છે !

૧૯૯૪માં સુરતની સિવીલ હોસ્પિટલમાં એક મહિલા HIVના કારણે અવસાન પામી પછી એક માસ સુધી તેનો
મૃતદેહ લેવા કોઈ આવ્યું નહી તેથી હોસ્પિટલના RMO ડો.સી કે પટેલે અખબારમાં જાહેરાત આપી. પરંતુ તોપણ મૃતકના પરિવારનું કોઈ આવ્યું નહી તે જાણીને અબ્દુલભાઈ મલબારી સિવીલ હોસ્પિટલની પરવાનગી મેળવી આ મહિલાની અંતિમ વિધી પતાવી આપી હતી ! આ કાર્ય કર્યા પછી અબ્દુલભાઈ મલબારીએ બિમાર લોકોની સહાય કરવા માટે એકતા ટ્રસ્ટની સ્થાપના કરી હતી !

હાલ આ ટ્રસ્ટમાં હાલ ૧૮ હિંદુ અને ૨૨ મુસલમાન યુવકો સ્વંયસેવા આપી રહ્યા છે ! આજે કોઈ વ્યકતિ કરોના વાયરસના કારણે અવસાન પામે તો તેના પરિવારના સભ્યો અને સંબંધીઓ અંતિમ ક્રિયામાં હાજરી આપવામાં ભય પામતા હોય છે ત્યારે આ એકતા ટ્રસ્ટના સભ્યોની બહાદુરી બિરદાવવા લાયક છે !

હાલ એકતા ટ્રસ્ટના ફિરોઝ મલેક નામના એક સભ્ય કરોના પોઝિટીવ હોવાથી હોમ – કવોરન્ટાઈન થયા છે તેઓ વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના સાથે અબ્દુલભાઈ મલબારી અને તેમના સહકાર્યકરોને તેમના આ પ્રેરણાદાયી અને હિમંત ભર્યા કાર્ય માટે ઘન્યવાદ!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.