જુઓ વિડીયો- રસ્તા વચ્ચે હાથીએ એવી ધમાલ મચાવી કે, બસમાં બેઠેલા 50 મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો

કેરળ(Kerala)ના મુન્નારમાં એક જંગલી હાથી(elephant)એ બુધવારે(Wednesday) સાંજે KSRTC બસ પર હુમલો કર્યા બાદ ગભરાટ મચાવ્યો હતો. આ હાથીને સ્થાનિક લોકો ‘પદયપ્પા’ કહે છે. મળતા અહેવાલો…

કેરળ(Kerala)ના મુન્નારમાં એક જંગલી હાથી(elephant)એ બુધવારે(Wednesday) સાંજે KSRTC બસ પર હુમલો કર્યા બાદ ગભરાટ મચાવ્યો હતો. આ હાથીને સ્થાનિક લોકો ‘પદયપ્પા’ કહે છે. મળતા અહેવાલો અનુસાર, બસમાં 50 મુસાફરો સવાર હતા, જે મુન્નારથી ઉદુમલપેટ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના પર એક હાથીએ હુમલો કર્યો હતો.

હાથીએ રસ્તા પર મચાવ્યો હાહાકાર: 
આ ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો હતો. ત્યાર પછી IAS ઓફિસર સુપ્રિયા સાહુએ ટ્વિટર પર શેર કર્યું હતું. નેટીઝન્સે શાંત રહેવા અને પરિસ્થિતિને સારી રીતે સંભાળવા બદલ ડ્રાઈવરની પ્રશંસા કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ: 
સુપ્રિયા સાહુએ ટ્વિટર પર લખ્યું કે, ‘ખબર નથી કે આ સરકારી બસનો ડ્રાઈવર કોણ છે, પરંતુ તે ચોક્કસપણે મિસ્ટર ફૂલ છે તેણે હાથીને જે રીતે હેન્ડલ કર્યું, એવું લાગતું હતું કે તે તેને પહેલેથી જ ઓળખતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

પહેલા પણ બની ચુકી છે આવી ઘટના:
અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે એક અઠવાડિયામાં આ બીજી ઘટના બની છે. જ્યાં તે જ હાથીએ રસ્તા પરના વાહનો પર હુમલો કર્યો. આ ઘટના પહેલા પદયપ્પાએ એક ટ્રેક્ટરને ધક્કો માર્યો હતો, ત્યારબાદ રસ્તા પર ભારે ટ્રાફિક જામ થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *