કોઈપણ જાતની ડીગ્રી વિના એલન મસ્કની ટેસ્લા કંપની 10,000 યુવાનોને આપી રહી છે નોકરી- જલ્દી કરો…

Published on: 5:05 pm, Tue, 6 April 21

કોરોનાકાળમાં હાલમાં બેરોજગાર લોકો માટે નોકરીને લઈ જાણકારી સામે આવી રહી છે. એલન મસ્કની ટેસ્લા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં વર્ષ 2022 સુધીમાં કુલ 10,000 લોકોને કામ પર રાખવામાં આવશે એમાં પણ સૌથી સારી બાબત તો એ છે કે, વિદ્યાર્થીઓને પણ કામ કરવાની તક મળશે.

પોપ્યુલર બ્રાન્ડની સાથે કામ કરવા માટે કોલેજ ડિગ્રીની પણ જરૂરીયાત નથી. હાઇ સ્કુલ પછી આ પ્લાન્ટમાં નોકરી કરવા માટે વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકશે. આની પહેલા પણ જુલાઇમાં મસ્કે જાહેરાત કરી હતી કે, કંસ્ટ્રક્શન વર્ક કંપનીની નવીનતમ મેન્યુફેક્ચરીંગ ફેસીલિટી સાથે ખુબ તેજીથી ચાલી રહ્યું છે.

મસ્કે ટેક્સાસમાં નોકરી કરવાના લાભ: 
મસ્કે પોતાની ટ્વિટમાં નવા ગીગા ટેક્સાસમાં જોબ જોઇન કરવાના લાભ જણાવ્યા હતા. જેમાં એમણે જણાવ્યું હતું કે, નોકરીની જગ્યાથી એરપોર્ટ ફક્ત 5 મિનીટ દૂર છે. મસ્ક દ્વારા ટ્વિટ મારફતે એની સિવાય કોઇ એડિશનલ જાણકારી આપવામાં આવી નથી.

મંગળવારનાં રોજ મસ્ક દ્વારા લોકોને પોતાની કંપની એરોસ્પેસ તથા સ્પેસેક્સ કે, જે સાઉથ ટેક્સાસમાં છે તેને જોઇન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. મિત્રોને પણ પ્રોત્સાહિત કરવા માટેનું જણાવ્યું હતુ. કંપનીએ એક રિક્રુટિંગ મેનેજર ક્રિસ રેલીએ જણાવ્યું હતું કે, કંપનીએ ઓસ્ટિન કમ્યુનિટિ કોલેજ, હ્યુસ્ટન-ટિોસ્ટન વિશ્વવિદ્યાલય, ટેક્સાસ યુનીવર્સિટીમાં સંપર્ક કર્યો છે.

લોકો બહારના મેન્યુફેક્ચરિંગથી આવી રહ્યાં છે. જેની પાસે જૂનુન છે તેમજ જે બદલાવમાં સક્ષમ છે એવા લોકોની માટે પણ અહીં કેટલીક ઓપોર્ચ્યુનીટિ છે. ઓસ્ટિન અમેરિકન રિપોર્ટ પ્રમાણે કંપનીની વેબસાઇટમાં હાલના ક્ષેત્ર માટે 280થી વધુ ઓપન પોઝીશનને લિસ્ટેડ કરવામાં આવેલ છે. ટેસ્લા ક્ષેત્રના ટેલેન્ટેડ લોકોને હાયર કરવા માટે ઇચ્છી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.