મહિલાએ ઓક્સીજન સિલિન્ડરની માંગ કરી તો, બદલામાં શારીરિક સંબંધ બાંધવા કહ્યું અને…

Published on: 12:31 pm, Sat, 15 May 21

એક બાજુ કોરોના મહામારીએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. ત્યારે બીજી બાજુ સતત મૃત્યુ અંક વધી રહ્યો છે. આ સમગ્ર હડકંપ દરમિયાન માનવતાના ચીથરા ઉડાવે તેવી પણ અનેક ઘટનાઓ સામે આવે છે. આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર નજરે ચડી છે કે, જ્યાં એક યુવતીએ તેના પિતા માટે ઓક્સિજન-સિલિન્ડરની માંગ કરી તો તેના પાડોશીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની શરત મૂકી.

હકીકતમાં આ ઘટના સોશિયલ મીડિયા મારફત સામે આવી છે. ભાવરીન કંધારી નામની એક ટ્વિટર યુઝરે આ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે મારા એક મિત્રની બહેનને તેના પિતા માટે ઓક્સિજન-સિલિન્ડરની જરૂર હતી. તેના પડોશીએ સિલિન્ડરના બદલામાં પોતાની સાથે સૂવા માટે કહ્યું, આ અંગે શું કાર્યવાહી કરી શકાય છે, જ્યારે તે આ ઈનકાર કરી દે કે તેણે આવી કોઈ વાત કહી નથી. બીજી બાજુ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા આવવા લાગી છે. લોકોએ આ વ્યક્તિનું નામ જાહેર કરવાની માંગ કરી છે, જેથી તેને શરમ આવે. કેટલાક લોકોએ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા કેસ દાખલ કરવાની માગ કરી છે.

આ ઘટના સોશિયલ મીડિયા દ્વારા સામે આવી છે. ભાવરીન કંધારી નામની એક ટ્વિટર યુઝરે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, મારા એક મિત્રની બહેનને તેના પિતા માટે ઓક્સીજન-સીલીન્દરની જરૂર છે. આ અંગે તેના પાડોશીએ સીલીન્દરના બદલામાં પોતાની સાથે સુવાનું કહ્યું. બાદમાં જયારે તે ઇનકાર કરી દે કે, તેણે આવું કઈ કહ્યું જ નથી ત્યારે આ અંગે તેના પર શું કાર્યવાહી કરી શકાય? આ ઉપરાંત બીજી બાજુ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા પણ આવવા લાગી છે. અને લોકો આ વ્યક્તિનું નામ જાહેર કરવા કહે છે જેથી તેને શરમ આવે. આ દરમિયાન કેટલાક લોકોએ તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા કેસ દાખલ કરવાની માંગ કરી છે.

આ ઉપરાંત આવી જ એક અન્ય ઘટના પણ સામે આવી છે જેમાં એક છોકરીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, જ્યારે તેણે કોરોના બીમારીની સારવાર અંગેની જાણકારી માટે એક નંબર પર ફોન કર્યો તો જવાબ મળ્યો કે મેડમ, હું તો છોકરીઓ સપ્લાઇ કરું છું, અન્ય કોઈ ચીજ નહીં. ત્યારબાદ ફોન ડિસ્કનેક્ટ કરી દીધો હતો. આ ઘટનામાં છોકરીએ પોલીસમાં પણ ફરિયાદ કરી હતી અને તેણે પોલીસને એવી પણ માહિતી આપી હતી કે કોલ કર્યા બાદ તેને કેવો જવાબ મળ્યો હતો. હાલ આ ઘટનાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.