નરેન્દ્ર મોદીની સભાનું આ દ્રશ્ય જોઇને ભાજપનું ભવિષ્ય ધૂંધળું? આ રાજ્યના લોકોને મોદીમાં રસ નથી?

વડાપ્રધાન મોદી સારા વક્તા ગણાય છે, પરંતુ રવિવારે જે બન્યું એ પ્રધાનમંત્રીએ પોતે પણ નહિ વિચાર્યું હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હરિયાણાના રોહતકમાં ‘વિજય સંકલ્પ’ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને 2000 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતુ. જોકે રેલી દરમિયાન આવેલા લોકોની સંખ્યાને જોઈને પાર્ટીને લગભગ નિરાશા થઈ હશે. કેન્દ્ર સરકારના 100 દિવસ પૂરા થયા બાદ વડાપ્રધાનની આ રેલી માટે નાના-મોટા નેતાઓએ રેલીને મેગા રેલી બનાવવા માટે આકરી મહેનત કરી હતી પરંતુ ધાર્યા અનુસાર લોકોની સંખ્યા પહોંચ્યા ન હતા. લોકોની ઓછી સંખ્યા પાર્ટીને આવનારા દિવસોમાં સંકટમાં નાંખી શકે છે.

રેલી માટે હરિયાણા ભાજપ સંગઠને 5 મંડપનું આયોજન કર્યું જેમાં ફક્ત એક જ ભરાયો અને તે પણ ભાજપનાં જ કાર્યકર્તાઓ હતા. જ્યારે બાકીના ચાર મંડપો ખાલી રહ્યા હતા. જાણવા મળ્યુ છે કે, આ મંડપોમાં 1 લાખથી વધારે લોકોને બેસવાની સગવડ હતી પરંતુ સંખ્યાબળ ઓછી આવવાથી હરિયાણાના નેતાઓના ચહેરા પર તણાવ સાફ દેખાઈ રહ્યો હતો. રેલી સ્થળથી ઉત્કર્ષ કુમાર સિંહ નામના યૂઝરે સ્થિતિ વિશે ટ્વીટ કર્યો હતો. જોકે આમ ઓછું જોવા મળે છે કે, પીએમ મોદીની રેલી હોય અને લોકોની સંખ્યા ઓછી હોય.

રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ 100 દિવસની સરકારના કામ-કાજ વિશે જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુકે, દેશમાં મોટા પરિવર્તનો થઈ રહ્યા છે. તેમણે આગળ જણાવ્યું કે, સંસદના સત્રમાં આ વખતે જે કામ થયુ છે તેટલું કામ છેલ્લા છ દાયકામાં નથી થયુ. મુસ્લિમ બહેનોને અધિકાર, આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ સહિત કેટલાક મજબૂત કાયદા ઘડવામાં આવ્યા છે. પીએમએ કહ્યું કે, અમને ખબર છે કે પડકારોનો સામનો કેવી રીતે કરવુ. હરિયાણાના સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં લગભગ 25 હજાર કરોડના પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે, હરિયાણામાં થનારી સરકારી નોકરીઓમાં બંદર બાટની પરંપરાને સંપૂર્ણ રીતે ખત્મ કરવામાં આવશે.

રેલીની આવી પરિસ્થિતિ જોતા સમજાય છે કે લોકો વચ્ચે હવે પ્રધાનમંત્રીની લોકપ્રિયતા ઘટતી જાય છે. એક સમય હતો કે પ્રધાનમંત્રી મોદી ના નામે લાખો લોકો ભેગા થઇ જતા. જયારે હવે 5 માંથી 4 માંડવા ખાલી રહ્યા. સ્પષ્ટ દેખાય છે કે હવે લોકો રાષ્ટ્રવાદ જેવા બનાવતી મુદ્દાઓ પર ધ્યાન આપવાને બદલે દેશની આર્થિક સ્થિતિ પર ધ્યાન આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.