રાજકોટ: કોરોનાને કારણે લગ્નની તારીખ નક્કી ન થતા યુવાને ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

Published on: 7:33 pm, Wed, 16 June 21

અનેક લોકોએ કોરોના અને લોકડાઉનના કારણે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઈ છે. પરંતુ રાજકોટમાં એક અજીબ ઘટના જોવા મળી છે. રાજકોટ શહેરના રૂખડિયાપરામાં રહેતા સાગર મકવાણા નામના 26 વર્ષના યુવાનની સગાઈ બે વર્ષ પહેલા થઈ હતી. પરંતુ કોરોનાને કારણે લગ્નની તારીખ નક્કી ન થતા કંટાળી ગયો હતો. છેવટે સાગરે ઘરે જ પંખામાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે  પહોંચી ગઈ હતી અને પરિવારજનોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સાગર બાબુભાઇ મકવાણાએ આજે વહેલી સવારે પોતાના ઘરે ગળેફાંસો ખાય લીધો હતો. પરિવારને જાણ થતા જ સાગરને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. બે ભાઈમાં સાગર નાનો અને મજૂરી કરીને પોતાના પરિવારને મદદ કરતો હતો. બે વર્ષ પહેલા જ સાગરની સગાઇ થઇ હતી. કોરોનાને લીધે લગ્નની તારીખ ન આવતા આ પગલું ભર્યું હતું.

અગાઉ કોરોનાની મહામારીમાં રોજીરોટી છીનવાઇ જવાથી હજારો લોકો આપઘાત કરતા હોય છે. હજુ એક બનાવમાં કણકોટના યુવાને ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. કણકોટ ગામે વર્ધમાન વિહાર સોસાયટીમાં રહેતા રાજેશ નપુભાઇ મકવાણા નામના યુવાને સોમવારે તેના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. રાજેશને રૂમમાં લટકતો જોઇ પરિવારે તરત નીચે ઉતારીને 108ને જાણ કરી હતી. 108ની તપાસમાં રાજેશનું મોત જાહેર કરી તાલુકા પોલીસ તપાસ શરુ હતી.

પોલીસની તપાસમાં રાજેશ મજૂરીકામ કરતો હતો, પરંતુ કોરોનાની મહામારીમાં કામ ન મળતા આ પગલું ઉપાડયું હતું. પત્ની અને પુત્રીનું ગુજરાન કેવી રીતે ચલાવશે તેની ચિંતામાં આ પગલું ભર્યું હતું. 7 મહિના પહેલા જ રાજેશના મોટાભાઇએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી હતી.

જ્યારે બીજી એક ઘટનામાં શહેરના દૂધસાગર રોડ પર આવેલી શિવાજીનગર સોસાયટી-11માં રહેતા ધીરૂભાઇ નોરાભાઇ બારૈયા તેમના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. થોરાળા પોલીસે જણાવ્યું હતું કે, રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા ધીરૂભાઇને દારૂ પીવાની ટેવ હતી. પરિવારજનોએ દારૂ પીવાની નાં પડતા આ પગલું ભર્યું હોવાની જાણ થઇ છે.  આ ઘટનાથી ચાર સંતાને પિતાની સાથ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.