સગાઇ થયાના માત્ર બે મહિનામાં હાથ-પગ ગુમાવનાર હિરલ સાથે જીવનભર સાથ નિભાવશે ચિરાગ.

યુવતીના થનાર પતિએ આ ઘટના બાદ કહ્યું કે. Chirag gajjar will stay with her future wife Hiral, who has faced an accident and lost her…

યુવતીના થનાર પતિએ આ ઘટના બાદ કહ્યું કે.

Chirag gajjar will stay with her future wife Hiral, who has faced an accident and lost her legs and hand.

ભલે ને મારી ભાવિ પત્ની એ વીજળીના કરંટ થી બે પગ અને હાથ ગુમાવ્યા હોય તેમ છતાં તેની સાથે જીવનભર નો સાથ નિભાવીશ આ શબ્દો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પચ્ચીસ દિવસથી સાસુ-સસરા સાથે હિરલ ની સેવા કરી રહેલા 22 વર્ષના યુવાન ચિરાગ ગજ્જર ના છે આજકાલ છોકરા છોકરીઓ ની સગાઈ નાની એવી વાતમાં જ તૂટી જતી હોય છે ત્યારે સમાજને પ્રેરણા આપે તેવો એક કિસ્સો આપણી સમક્ષ બન્યો છે જેટલા પણ ખબર કાઢવા માટે આવે છે તેમની આંખમાં પણ આંસુ આવી જાય છે.

સાથે-સાથે ચિરાગ ગજ્જરે જણાવ્યું હતું કે જો લગ્ન પછી મારા ઘરે જ આવું બન્યું હોત તો હું પણ જવાબદારી નો લેત ?

જામનગર જિલ્લાના લાલપુર પાસે આવેલા દબાસણ ગામની હિરલ ની સગાઈ ગયા માર્ચ મહિનાના સમાજના રીત રિવાજ મુજબ જામનગરમાં રહેતા ચિરાગ ગજ્જર સાથે કર્યા હતા. અત્યંત દેખાવડી હિરલ અને ચિરાગે તો લગ્નના કોડ જોયા હશે પરંતુ કુદરતને કશુંક જુદું જ મંજૂર હતું ૧૧મી મેના રોજ હિરલ પતિના ઘરે કચરા પોતા કરતી હતી ત્યારે 66કેવી નો વીજવાયર તેના ઘરના છાપરા પર પડ્યો હતો આ જીવતા તારનો કરંટ ઘરની નજીકની બારીમાં ઊતર્યો હતો હિરેન બારીએ ભીનું પોતું સૂકવવા જતી હતી ત્યારે વાયરનો ભારે કરંટ લાગતાં તેનો હાથ છૂટો પડીને બહાર પડ્યો હતો. શરીરમાં કરંટ ફરી વળતા દાઝી ગયેલ હિરલ ને તેના માતા-પિતા તાત્કાલિક સારવાર માટે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

કોડ ભરેલી કન્યા એક હાથ અને બે પગ વગરની થઈ ગઈ છે.

ચાર દિવસ પછી હિરલ ને વધુ સારવાર માટે જામનગર થી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી સારવાર દરમિયાન તબીબોને માલુમ પડ્યું કે તેના બન્ને પગમાં ઘુટણ થી ઉપર સુધી કરંટ ફૂટી ગયો છે આથી ઇન્ફેક્શન વધી જવાથી જીવ બચાવવા બંને પગ ઘુટણ સુધી કાપવા પડ્યા હતા અધૂરામાં પૂરું જે જમણો હાથ કરંટ લાગવાથી છૂટો પડી ગયો હતો તેમાં પણ સડો વધતાં ખભા સુધીનો ભાગ કાપવો પડ્યો છે ૨૧મી મેના રોજ ઓપરેશન થતાં કોડ ભરેલી કન્યા એક હાથ અને બે પગ વગરની થઈ ગઈ છે ચિરાગ એ માત્ર સાત ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે તે પિતા સાથે જામનગરમાં કામ કરી રહ્યો છે હિરલ સાથે સગાઈ થયાના માત્ર બે જ મહિનામાં આ અણધારી આફત આવી છે પરંતુ તે હિંમત હાર્યો નથી.

હિરલ ના પિતા ધનસુખભાઈ કહે છે કે જ્યારે હું મારી દીકરીનો બે મહિના પહેલા સગાઈ થઈ હતી ત્યાર નો ફોટો જોઈને હાલમાં જે હાલત થઈ છે તેની સાથે સરખાવું છું ત્યારે મારુ કાળજુ કપાય જાય છે તેને માર્ચ મહિનામાં દસમા ધોરણની પરીક્ષા આપી ત્યારે તે ખૂબ જ ખુશ હતી પરંતુ આ ખુશી હવે છીનવાઈ ગઈ છે અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે એક સમયે મુંબઈમાં રહીને અમે મિસ્ત્રી કામ કરતા હતા પરંતુ કેટલાક વર્ષોથી અમે વતન ગામ દબાસણ  600 રૂપિયા ના ભાડાના મકાનમાં રહીએ છીએ કાળમુખા વીજળીના તારે અમારું બધું જ છીનવી લીધું છે.

હવે દીકરી ના સંબંધ નું શું થશે આપણ ચિંતા હતી.

હિરલ ના માતા કલ્પનાબેન કહે છે કે મારી સગાઈ થયેલી દીકરી સાથે કુદરતે કરેલી ક્રૂર મજાક છે પહેલા તો મને એના સંબંધ નું શું થશે એ જ મોટી ચિંતા હતી પરંતુ જમાઈ ચિરાગ અને તેમના માતા-પિતા એ સંબંધ તોડવાની ના પાડી અને ખાનદાની બતાવી છે મેં જ્યારે સંબંધ તોડવાની વાત કરી ત્યારે ચિરાગે કહ્યું કે પરણ્યા પછી જો આવું મારા ઘરે બન્યું હોત તો શું હાલત થાત ? છેલ્લા એક મહિનાથી તે હિરલની સેવા કરવામાં ખડે પગે હાજર છે મારી દીકરીના સાસુ-સસરા પણ ખબર અંતર પૂછતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *