ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

થોડા સમયમાં જ મેદાનમાં ઉતરી શકે છે ભારતીય ક્રિકેટ ટીમ, BCCIએ બનાવ્યો છે આ પ્લાન

ભારત સરકારે 25મી માર્ચથી લોકડાઉન અમલી બનાવ્યું હતું ત્યારથી ભારતમાં રમતગમત પણ બંધ થઈ ગયું છે. હવે લોકડાઉનમાં ધીમે ધીમે રાહત મળવા લાગી છે. ઓગસ્ટના અંતમાં ભારત અને દક્ષિણ આફ્રિકા ત્રણ ટી -20 આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી રમી શકે છે. સિરીઝનું સમયપત્રક હાલમાં ઓગસ્ટના અંતમાં સુનિશ્ચિત થયેલ છે, પરંતુ ક્રિકેટ સાઉથ આફ્રિકા ના કાર્યકારી ચીફ એક્ઝિક્યુટિવ જોક ફાલે કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ અને સીએસએને પછીની તારીખે પણ તેની ઇવેન્ટ સામે કોઈ વાંધો નથી.

ઓક્ટોબર-નવેમ્બરમાં ટી -20 વર્લ્ડ કપને બદલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) યોજવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેને સીએસએનો ટેકો મળશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ખેલાડીઓનો કેમ્પ યોજવા માટે વિચારી રહ્યું છે. બોર્ડે સ્પષ્ટ કરી દીધું છે કે તેનો ઇરાદો તમામ ખેલાડીને એક સાથે કેમ્પમાં એકત્રિત કરવાનો છે.

બોર્ડના સૂત્રોએ જણાવ્યું કે, તેઓ ચોમાસામાં જ ખેલાડીઓને એક કરવા પ્રયાસ કરશે. જેથી તેઓ ટ્રેનિંગ લઈ શકે અને ક્રિકેટ એક્શન માટે સજ્જ થઈ જાય. લોકડાઉનને કારણે ખેલાડીઓ ઘણા સમયથી પોતાના ઘરમાં પૂરાઈ રહ્યા છે. બોર્ડને શંકા છે કે ખેલાડીઓને એક્શનમાં પરત ફરવામાં સમય લાગી શકે છે.

મળતી વિગતો અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે, ચોમાસું પૂર્ણ થવાની રાહ જોવાશે અને તૈયારી શરૂ કરી દેવાશે. આ સમય ઓગસ્ટ અને સપ્ટેમ્બરની આસપાસનો રહેશે. અમે તેમની રમત પર ધ્યાન આપીશું અને તેઓ સક્રિય ક્રિકેટમાં પરત ફરી શકે તે માટે તેમને સજ્જ કરી દઇશું. ભારતીય ખેલાડીઓ પ્રોફેશનલ છે. તેમના મસલ્સમાં ટ્યુનિંગ જરૂરી છે. તેમને શારિરીક અને માનસિક રીતે સજ્જ કરવા જરૂરી છે. જોકે લોકડાઉન વખતે તમામ ખેલાડી ઘરમાં રહીને ફિટનેસ પર  તો કામ કરી જ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: