વરસાદી સિઝનમાં માણો મકાઈ સમોસાની મજા, ટેસ્ટની સાથે હેલ્થ માટે પણ છે બેસ્ટ

વરસાદી સિઝનમાં ઋતુમાં ગરમા ગરમ વાનગીઓ ખાવાની મજા અનોખી છે. મિત્રો સ્વાસ્થ્ય વર્ધક મકાઈની અમે એવી વાનગીઓ લાવ્યા છીએ. જે સરળતાથી અને ઝડપથી સ્વાદિષ્ટ વાનગી…

વરસાદી સિઝનમાં ઋતુમાં ગરમા ગરમ વાનગીઓ ખાવાની મજા અનોખી છે. મિત્રો સ્વાસ્થ્ય વર્ધક મકાઈની અમે એવી વાનગીઓ લાવ્યા છીએ. જે સરળતાથી અને ઝડપથી સ્વાદિષ્ટ વાનગી બની જશે. તેમજ શિયાળાની ઠંડકમાં તેને ખાવાની મજા અલગ જ આવશે. આમ તો આ શિયાળાની સીઝન છે એટલે આપણે આપણા ઘરમાં રહીને કંઈક ગરમ અને ચટપટું ખાવાની ઈચ્છા તો થાય તે સ્વાભાવિક છે.

આજે અમે આપને માટે લાવ્યા છીએ એક અલગ જ સ્ટાઈલથી મકાઈના સમોસાની રેસિપી. શિયાળાની સીઝનમાં સમોસા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. તેમાં પણ મકાઈના સમોસાની રેસીપી નાના બાળકોથી લઈને મોટાંઓને પણ પસંદ પડશે. આ ડિશ હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ છે. તમે આ સમોસાને લીલી ચટણી સાથે ખાઈ શકો છો અને બાળકો સોસ સાથે પણ તેની મજા માણી શકે છે. તો થઈ જાઓ તૈયાર અને ટ્રાય કરી લો આ મકાઈ સમોસાની રેસિપી. તમે તેને ઘરે જ બનાવીને તેની મજા માણી શકો છો.

સામગ્રી:

4 વાડકી મેંદો

2 વાડકી બાફેલા મકાઈના દાણા

400 ગ્રામ બટાકા બાફેલા

2 નાની ચમચી ધાણાજીરુ

3 ચમચી તેલ મોણ માટે

2 નાની ચમચી આખા ધાણા

2 નાની ચમચી શેકેલુ જીરુ

1 ચમચી ગરમ મસાલો

1 ચમચી લાલ મરચુ

1 ચમચી આમચૂર પાવડર

મીઠું સ્વાદાનુસાર

તેલ તળવા માટે

થોડો ફુદીનો

બનાવવાની રીત

સૌ પ્રથમ તો મેંદામાં તમે ૧ ચમચી તેલનુ મોણ નાંખો. અને હવે તેમા થોડું પાણી મિક્સ કરીને અને તેનો લોટ બાંધી લો. અને તેને બાફેલા મકાઈના દાણાને મસળી લો. અને આ બાફેલા બટાકા પણ તેમા જ તમે મિક્સ કરો અને તેને બંનેને એક બરોબર મસળો. અને હવે અડધી ચમચી તેમાં તેલ એ ગરમ કરો.

અને તેમા પછી આખા ધાણા અને આખું ધાણાજીરુ એ નાંખો. અને જેવું તે બ્રાઉન થાય કે તરત જ તેને બધા મસાલા અને બટાકા અને મકાઈનુ આ બધા મિશ્રણ ને મિક્સ કરો. હવે આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દો. અને પછી આ મેંદાના પેંડા બનાવી અને તેને ગોળ વણો.

અને પછી હવે તેને ૨ ભાગમા કાપી લો. અને તેને દરેક અડધા ભાગમા આ મિશ્રણ એ ભરી અને તેને સમોસા બનાવી લો. અને જો ધારી બંધ ન થાય તો તમારે તેની પર પાણીનો હાથ ફેરવો અને તેને વ્યવસ્થિત ચોંટાડો. અને હવે તેલ ગરમ કરી અને તેને ધીમા તાપે તળી લો. અને ત્યારબાદ લીલી ચટણી અથવા તો કેચઅપ સાથે તેને પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *