50 થી વધુ દીકરીઓની જિંદગી બરબાદ કરી ચુક્યો છે આ નરાધમ, હવસની ભૂખ મિટાવી કરતો ઘાતકી હત્યા

Published on: 6:00 pm, Thu, 24 November 22

હાલ રાજસ્થાન (Rajasthan)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બે મહિના પહેલાં રાજસ્થાનના જયપુર (Jaipur)ના વરધની પોલીસ સ્ટેશનની હદમાં એક યુવતીની હત્યા થઈ હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા ભિવાડી (Bhiwadi)થી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પકડાયેલા આરોપીએ પૂછપરછમાં ચોંકવનારા ઘટસ્ફોટ કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, યુવતીની હત્યા તેના પ્રેમી મિન્ટુ ઉર્ફે વિક્રમ દ્વારા કરવામાં આવી હતી. મિન્ટુએ આ પહેલાં ગ્વાલિયરમાં પ્રેમિકાની હત્યા કરીને તેને રેલવેના પાટા પર મૂકી આવ્યો હતો. આ ઉપરાંત અલવરમાં તેની પર સગીરાએ દુષ્કર્મનો કેસ કર્યો છે. આરોપી મિન્ટુ ઓળખ બદલીને રહેતો હતો. એક ઘટનાને અંજામ આપ્યા બાદ તે બીજા શહેરમાં રહેવા જતો હતો. ક્યારેક તે ઇનકમ ટેક્સ ઓફિસર તો ક્યારેક આર્મી ઓફિસર બનીને રહેતો હતો.

જાણવા મળ્યું છે કે, મિન્ટુ સેક્સ એડિક્ટ છે અને તેણે 50થી વધુ યુવતીઓ સાથે સેક્સ સંબંધો બાંધેલા છે. ત્યારે ગ્વાલિયરની યુવતી પોતાની બહેનના ત્યાં આવી હતી. આ દરમિયાન આરોપી તેને ભગાડીને લઈ ગયો હતો. લગ્નની જીદ કરતાં મિન્ટુએ ગ્વાલિયર તથા જયપુરની યુવતીની ઘાતકી હત્યા કરી હતી. મિન્ટુના પરિવારે તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.

આ સાથે જ હજુ પણ પોલીસ દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે, પોલીસને શંકા છે કે આરોપીએ હજી વધુ યુવતીઓની હત્યા કરી હશે. આરોપી સાયકો હોય તેમ લાગે છે. સાયકોલોજિસ્ટની પણ મદદ લેવામાં આવી રહી છે. ભિવાડીમાં તે નામ બદલીને પોલીસ કર્મી તરીકે રહેતો હતો. આરોપીને પોલીસ છેલ્લાં બે મહિનાથી શોધી રહી હતી. અંતે તે ભિવાડીમાં હોવાની જાણ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

એવું સામે આવ્યું છે કે, મિન્ટુ તથા રોશનીની મુલાકાત હોટલમાં થઈ હતી. ત્યારબાદ બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. બંને થોડો સમય ઉત્તર પ્રદેશના હરદોઈમાં રહેવા ગયા હતા. જોકે, પછી તેઓ રાજસ્થાન આવી ગયા. કરધનીમાં આર્મી નગરમાં રહેવા લાગ્યા. રોશની વેશ્યાવૃત્તિનું કામ કરતી હતી. મિન્ટુને આ વાત સહેજ પણ પસંદ નહોતી. તેણે ઘણીવાર રોશનીને આમ કરવાની ના પાડી હતી. જોકે, રોશની માની નહોતી. અંતે મિન્ટુએ તકિયાથી મોં દબાવીને રોશનીની હત્યા કરી નાખી હતી.

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ સાયકો કીલર પ્રેમજાળમાં ફસાવીને યુવતીની હત્યા કરી નાખતો હતો. તેમજ આરોપી અલવરના સામુહિક દુષ્કર્મના કેસમાં છેલ્લાં 3 વર્ષથી ફરાર હતો. ગ્વાલિયરમાં તેણે મિત્ર સાથે મળીને યુવતીની હત્યા કરી હતી અને લાશ ફેંકી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.