‘પુષ્પા 2’ માં થઇ આ ખૂંખાર વિલનની એન્ટ્રી- સલમાન ખાનને પણ આપી ચુક્યો છે ટક્કર

Published on Trishul News at 7:00 PM, Wed, 7 December 2022

Last modified on December 7th, 2022 at 7:00 PM

અલ્લુ અર્જુન(Allu Arjun) ‘ધ રાઇઝ(The Rise)’ની સફળતા બાદથી જ ચર્ચામાં છે. ફિલ્મના બીજા ભાગ એટલે કે ‘પુષ્પાઃ ધ રૂલ’ (Pushpa: The Rule)ની પણ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો અલ્લુ અર્જુને ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોથી ‘પુષ્પા 2′(Pushpa 2) માટે ઘણા કલાકારોના નામ સામે આવી રહ્યા છે. જોકે, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સે સલમાન ખાન (Salman Khan)ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’ (Tiger Zinda Hai)ના વિલન સજ્જાદ ડેલાફ્રૂઝ (Sajjad Delafrooz)ને ફિલ્મનો ભાગ બનવા માટે વાત કરી છે.

અહેવાલો અનુસાર, સજ્જાદ ડેલાફ્રૂઝ ‘પુષ્પા 2’માં મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. સજ્જાદે ટાઇગર ઝિંદા હૈ ફિલ્મમાં અબુ ઉસ્માનની ભૂમિકા ભજવી હતી. તે પછી તે કેકે મેનન અને સૈયામી ખેર સાથે ‘સ્પેશિયલ ઑપ્સ’માં જોવા મળી હતી. નીરજ પાંડે દ્વારા નિર્મિત ફિલ્મમાં સજ્જાદે હાફિઝ અલીની ભૂમિકા ભજવી હતી. તેણે પર્શિયન હોરર થ્રિલર ‘અંડર ધ શેડો’માં પણ ભૂમિકા ભજવી હતી.

કોણ છે સજ્જાદ ડેલફ્રૂઝ:
સજ્જાદ ડેલાફ્રૂઝ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે જેમણે ટાઇગર ઝિંદા હૈ, બેબી, ધ ચોઇસ અને સ્પેશિયલ અપ્સ જેવા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. તેમને હિન્દી, અંગ્રેજી, અરબી, ફારસી અને તુર્કી ભાષાઓનું સારું જ્ઞાન છે. ટાઇગર ઝિંદામાં સલમાન ખાનની સામે ભયાનક વિલન અબુ ઉસ્માનની ભૂમિકામાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

અલ્લુ અર્જનની પુષ્પા 2:
અલ્લુ અર્જુનની પુષ્પા સિનેમાઘરોમાં સુપરહિટ રહી હતી. હવે ચાહકોની નજર તેના આગામી ભાગ પર છે. પુષ્પા ધ રૂપ એ પુષ્પા ફ્રેન્ચાઈઝીની સિક્વલ છે, જે ચંદનની દાણચોરીની વાર્તા પર આધારિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને આ વખતે તેને મેગા બજેટમાં બનાવવામાં આવી રહ્યું છે. અલ્લુ તગડી ફી પણ વસૂલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Be the first to comment on "‘પુષ્પા 2’ માં થઇ આ ખૂંખાર વિલનની એન્ટ્રી- સલમાન ખાનને પણ આપી ચુક્યો છે ટક્કર"

Leave a comment

Your email address will not be published.


*