વેક્સીનેશન 100 કરોડને પાર થતા હવે જુનાગઢ રોપ-વેમાં મુસાફરોને મફતમાં મળશે મુસાફરીનો આનંદ

Published on Trishul News at 12:08 PM, Thu, 21 October 2021

Last modified on October 22nd, 2021 at 11:05 AM

ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના માર્ગદર્શન હેઠળ તથા કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા (Union Health Minister Mansukh Mandvia) નાં આયોજનથી કોરોના સામે ઘાતક હથિયાર સાબિત થયેલ વેક્સીનેશનમાં ભારત હવે 100 કરોડના લક્ષ્યાંકથી ફક્ત થોડાક પગલાં જ દૂર છે.

આ સિદ્ધિને બિરદાવવા માટે જુનાગઢના ગીરનાર રોપ-વે કંપનીએ 100 કરોડની ઉપલબ્ધીને નવી રીતે બિરદાવવા આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢનાં રોપ-વેમાં દેશ જ્યારે 100 કરોડ વેક્સીન ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ કરશે. બાદમાં રોપ વેમાં નિ:શુલ્ક મુસાફરી કરી શકાશે. આ જાહેરાત જૂનાગઢ રોપ-વે કંપનીએ કરી છે.

100 કરોડ ડોઝ પૂર્ણ થયા પછી આવનાર સૌપ્રથમ 100 મુલાકાતીઓને જ આનો લાભ મળશે. અહીં ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં પૂરજોશમાં વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આવતીકાલ સુધીમાં ભારતમાં 100 કરોડ ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થઈ જશે.

આપને જણાવી દઈએ કે, ટોકિયો ઓલિમ્પિકમાં ભારતના જવેલીન થ્રો માં સુર્વર્ણ પદક વિજેતા નીરજ ચોપરાની દેશ માટેની આ ઉપલબ્ધીની ઉજવણી રોપ-વે કંપનીએ અનોખી રીતે કરી હતી. રોપ-વે કંપનીએ નીરજ નામના આવતા પ્રવાસીઓને રોપ-વે માં મફત મુસાફરી જાહેર કરી હતી.

ભલે એક દિવસ પુરતી પણ નીરજ નામના મુસાફરો, પોતાના નામેરીની ઉપલબ્ધિથી ખુશ હતા તેમજ એમાં રોપ-વે કંપનીએ તેમને મફત મુસાફરી કરાવ્યાનો આનંદ સવિશેષ હતો. આમ, ગીરનાર પરની રોપ-વે કંપનીએ વેક્સીનેશનનો આંક ભારતમાં 100 કરોડને પહોચતા જ સૌપ્રથમ 100 મુસાફરોને મફતમાં રોપ વે માં મુસાફરી કરવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "વેક્સીનેશન 100 કરોડને પાર થતા હવે જુનાગઢ રોપ-વેમાં મુસાફરોને મફતમાં મળશે મુસાફરીનો આનંદ"

Leave a comment

Your email address will not be published.


*