સતત 11 દિવસ સૈનિકોએ જ એક મહિલા પર આચર્યું દુષ્કર્મ, ગેંગરેપ બાદ મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં નાખી દીધા પથ્થર અને…

કોઈ મહિલા માટે તેની મંજૂરી વગર સ્પર્શ કરે તે ખરાબ સપના સમાન હોય છે. આ દરમિયાન જે મહિલાઓ દુષ્કર્મનો ભોગ બનતી હોય છે તે જિંદગીભર…

કોઈ મહિલા માટે તેની મંજૂરી વગર સ્પર્શ કરે તે ખરાબ સપના સમાન હોય છે. આ દરમિયાન જે મહિલાઓ દુષ્કર્મનો ભોગ બનતી હોય છે તે જિંદગીભર પીડા સહન કરે છે. જરા વિચાર કરો કે, જયારે કોઈ મહિલા સાથે સતત 11 દિવસ સુધી દુષ્કર્મ કરવામાં આવે ત્યારે તેણે કેવી પીડા સહન કરી હશે. આટલાથી મન ન ભરાતા નરાધમોએ તેમની હદ વટાવતા મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં પથ્થરો અને લોખંડના ખીલા નાખી દીધા હતા.

હાલમાં એક મહિલા પર દેશના સૈનિકો દ્વારા જ 11 દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. 11 દિવસ બાદ મહિલાને મૃત સમજીને ફેંકી દીધી હતી. આ દરમિયાન ગામના લોકોએ મહિલાને જોઈ હતી. બાદમાં તેને હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી. સારવાર બાદ મહિલા સાજી થઈ ગઈ છે. ત્યારબાદ મહિલાએ લોકોને પોતાની આપવીતી સંભળાવી છે.

જાણવા મળ્યું છે કે, મહિલાની ઓળખ છૂપાવવામાં આવી છે. હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મહિલાએ પોતાના પર ગુજારવામાં આવેલા અત્યાચાર અંગે તમામ લોકોને જણાવ્યું હતું. મહિલાએ કહ્યુ કે,જયારે તે ઘરેથી ઑફિસ જતી હતી ત્યારે સૈનિકો તેને ઉઠાવી ગયા હતા. બસમાં જગ્યા ન હોવાથી તે ચાલીને જ ઘરે જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં સૈનિકોએ તેનું અપહરણ કરી લીધું હતું. બાદમાં કોઈ અવાવરું જગ્યા પર બાંધીને 11 દિવસ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, સૈનિકોએ 11 દિવસ પછી મહિલાને મૃત સમજીને ફેંકી દીધી હતી. આ દરમિયાન ગામના લોકોની નજર મહિલા પર પડી હતી. ગામના લોકો મહિલાને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. અહીં ડૉક્ટરોએ મહિલાને તપાસી તો તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં પથ્થરો નાખી દેવામાં આવ્યા હતા. સાથે જ ત્રણ ઇંચ લાંબા અનેક ખીલા પણ મળી આવ્યા હતાં. જાણવા મળ્યું છે કે, આ લોખંડના ખીલાઓને બળજબરીથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં નાખી દેવામાં આવ્યા હતા.

રિપોર્ટ્સ પ્રમાણે અહીં અનેક મહિલાઓ ગાયબ થઈ જાય છે. ગાયબ થયા બાદ તેમની કોઈ માહિતી નથી મળતી. મહિલાઓને અહીં ફક્ત સેક્સની વસ્તુ ગણવામાં આવે છે. અહીં મહિલાઓ ઘરની બહાર તો ઠીક પરંતુ ઘરની અંદર પણ સુરક્ષિત રહેતી નથી. મહિલાની હાલત જોયા બાદ ડૉક્ટરે જણાવ્યું હતું કે, તેમની પાસે બળાત્કારના અનેક કેસ આવે છે પરંતુ આ કેસ સૌથી ખતરનાક હોય છે. આ સમગ્ર દર્દનાક ઘટના ઇથોપિયામાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *