ગર્ભમાં રહેલા બાળકને પણ થઇ શકે છે ડાયાબિટીસ, વિશ્વના સૌથી પહેલા કેસમાં એવાએવા લક્ષણો દેખાયા કે…

બ્રિટિશ સંશોધકોનું ચોંકાવનારું સંશોધન સામે આવી રહ્યું છે. સંશોધકોએ દાવો કર્યો છે કે, ગર્ભમાં ઊછરી રહેલ બાળકને પણ ડાયાબિટીસ થઈ શકે છે. સંશોધન કરનાર એક્સેટર…

બ્રિટિશ સંશોધકોનું ચોંકાવનારું સંશોધન સામે આવી રહ્યું છે. સંશોધકોએ દાવો કર્યો છે કે, ગર્ભમાં ઊછરી રહેલ બાળકને પણ ડાયાબિટીસ થઈ શકે છે. સંશોધન કરનાર એક્સેટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યા મુજબ, ઓટોઈમ્યુન ડિસીઝ ગર્ભમાં ઊછરી રહેલ બાળકની ઈમ્યુન સિસ્ટમ પર હુમલો કરે છે.

આ બીમારી ઇન્સ્યુલિન બનાવતા કોષોને ડેમેજ કરે છે. આ પ્રકારે જન્મ પહેલાં જ બાળકમાં ટાઈપ-2 ડાયાબિટીસ થઈ શકે છે. એનો એક કેસ સામે આવી રહ્યો છે. સંશોધનકર્તા ડો. એલિઝાબેથ રોબર્ટસનનાં જણાવ્યા મુજબ, સૌપ્રથમ વાર આવો કેસ સામે આવી રહ્યો છે. જ્યારે જન્મના સમયે બાળકમાં ટાઈપ-1 ડાયાબિટીસની પુષ્ટિ થઈ હતી.

કુલ 4 પોઈન્ટમાં સમજો બાળકોમાં કેમ તેમજ કેવી રીતે થાય છે ડાયાબિટીસ :​​​​​​​

1. નાનપણમાં ટાઈપ-1 ડાયાબિટીસ થાય છે :
અત્યાર સુધીમાં બાળકોમાં ટાઈપ-1 ડાયાબિટીસનાં કેસ જન્મ થયાંના કુલ 6 મહિના પછી સામે આવતાં હતાં પણ નવા રિસર્ચમાં જણાવ્યા મુજબ, ગર્ભમાં પણ એનું જોખમ છે. ટાઈપ-1 ડાયાબિટીસ એવી ઓટો ઈમ્યુન ડિસીઝ છે, જેની શરૂઆત સામાન્ય રીતે નાનપણમાં જ થઈ જાય છે. એની સંપૂર્ણ સારવાર સંભવ નથી, ફક્ત દવાઓ તથા સાવચેતીની મદદથી જ એને કંટ્રોલ કરી શકાય છે. એનું મુખ્ય કારણ જિનેટિક મ્યુટેશન છે તથા ટાઈપ-2 ડાયાબિટીસ ખાવા-પીવામાં ધ્યાન ન રાખવાને લીધે થાય છે. નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ, હવે ટાઈપ-1 ડાયાબિટીસની સચોટ સારવાર શોધવાની જરૂર રહેલી છે. જો એના કેસમાં વધારો થાય છે તો સ્થિતિ વધારે ગંભીર થઈ જશે.

2. પહેલીવાર જિનેટિક મ્યુટેશન વિના ઓટો ઈમ્યુન ડિસીઝ થયો :
ડાયાબિટોલોજિયા જર્નલમાં સંશોધનનાં જણાવ્યા મુજબ, સંશોધકોએ ડાયાબિટીસનો સામનો કરી રહેલ કુલ 400 બાળકો પર સંશોધન કર્યું હતું. સંશોધનમાં એ વાત સામે આવી કે, જન્મ થયાંના કુલ 6 મહિના પહેલા પણ બાળકને ડાયાબિટીસ થઈ શકે છે, ભલે એમાં જિનેટિક મ્યુટેશન થયું હોય કે ન થયું હોય. આ પ્રથમ વખત થયું છે કે, જ્યારે ઓટોઈમ્યુન ડિસીઝ વિના કોઈને જિનેટિક મ્યુટેશન થાય છે.

3. જન્મ સમયે બાળકનું વજન સરેરાશ કરતાં ઓછું :
સંશોધન કરનાર ટીમે શોધી કાઢ્યું કે, જે બાળકને ગર્ભાશયમાં જ ટાઈપ-1 ડાયાબિટીસ થઈ હતી. એ બાળકનું જન્મ સમયે વજન સરેરાશ કરતાં ખુબ ઓછું હતું. સામાન્ય રીતે ગર્ભાશયમાં બાળકમાં ઇન્સ્યુલિન બનવા લાગે છે પણ હાલનાં કેસમાં ઈમ્યુન સિસ્ટમ પર અટેક થવાને લીધે ઇન્સ્યુલિન બનવાનું ખુબ ઓછું થયું તથા જન્મ સમયે વજનમાં પણ ઘટાડો જોવા મળ્યો.

4. ડાયાબિટીસ શરીરના ભાગોને અસર કરે છે :
ડાયાબિટીસ એટલે કે, શરીરમાં બ્લડ સુગરનાં સ્તરમાં વધારો થવો. જેમ જેમ એમાં વધારો થાય છે એમ શરીરના અન્ય ભાગો ફેઈલ અથવા તો એને નુકસાન થવાનાં જોખમ વધારો થાય છે. ડાયાબિટીસના દર્દીમાં માંસપેશીઓ નબળી થઈ જવી, આંખોની રોશની ઓછી થઈ જવી, કિડની ડિસીઝ, સ્ટ્રોક તથા હાર્ટ ડિસીઝનાં જોખમમાં પણ વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *