આ હોટલના અંદરના દ્રશ્યો જોઈને પોલીસ પણ શરમથી થઇ લાલઘુમ, જાણો એવું તો શું ચાલતું હતું અંદર?

Published on Trishul News at 4:56 PM, Sat, 27 February 2021

Last modified on February 27th, 2021 at 4:56 PM

બિહારના સાસારામ જિલ્લાના જૂના જીટી રોડ પર હોટેલ કૈમુર ઢાબામાં સેક્સ રેકેટનો ગંદો ખેલ ખેલાતો હતો. સ્થાનિક લોકોએ અનેક વખત પોલીસ ફરિયાદ કરી હતી. ત્યાં હોંચેલી પોલીસે ત્યાં જે દ્રશ્યો જોયા તે જોઈને કેટલાક પોલીસકર્મીઓએ આંખ બંધ કરવી પડી હતી. હોટેલમાં અનેક કેબીન બનાવવામાં આવ્યા હતા, જ્યાં કલાકના હિસાબથી સેક્સ રેકેટ ચાલતું હતું. પોલીસે હોટલમાંથી 12થી વધુ લોકોને કઢંગી હાલતમાં પકડ્યા હતી. પોલીસે હોટલ સંચાલક વિશાલ બહાદુર સિંહની પણ ધરપકડ કરી છે.

ધરપકડ કરાયેલા લોકોમાં રોહતાસના દરિગામમાં રહેતો સુનિલ, ચેનારી નિવાસી અજીત કુમાર, સાસારામ શહેરનો શ્યામજી પ્રસાદ, નુરગંજનો મોહમ્મદ યાસિબ આલમ અને હોટેલ સંચાલક વિશાલ બહાદૂર સિંહનો સમાવેશ થાય છે. આ તમામને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. તો હોટેલમાં કઢંગી હાલતમાં પકડાયેલી યુવતીઓને ઠપકો આપી પરિવારજનોને સોંપી દીધી હતી.

લક્ષ્મણ પ્રસાદે જણાવ્યું કે, હોટેલમાં બદનામ કાર્ય થતું હોવાની ફરિયાદ મળતી રહેતી હતી. ત્યારબાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં તમામની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહી જિલ્લાના અન્ય હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં હડકંપ મચી ગયો હતો. સૂત્રોનું કહેવું છે કે સાસારામમાં અંદાજે અનેક એવી હોટલ છે, જ્યાં સેક્સ રેકેટનો ગંદો ખેલ ખેલાઇ રહ્યો છે. સૂત્રનું કહેવું છે કે કેટલાક નેતાઓનો પણ આ સેક્સ રેકેટમાં હાથ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "આ હોટલના અંદરના દ્રશ્યો જોઈને પોલીસ પણ શરમથી થઇ લાલઘુમ, જાણો એવું તો શું ચાલતું હતું અંદર?"

Leave a comment

Your email address will not be published.


*