આજે પણ આ જગ્યાએ ભગવાન ગણેશનું કપાયેલું મસ્તક છે, જાણો આ જગ્યા વિશે

ભગવાન ગણેશ ની જન્મની કથા ખૂબ જ આકર્ષક અને અનોખી છે.ભગવાન ગણેશના જન્મને લઈને બે વાર્તાઓ છે. તે આપણે બધા જિનીએ છીએ.ગણપતિનું મસ્તક તેના શરીરથી…

ભગવાન ગણેશ ની જન્મની કથા ખૂબ જ આકર્ષક અને અનોખી છે.ભગવાન ગણેશના જન્મને લઈને બે વાર્તાઓ છે. તે આપણે બધા જિનીએ છીએ.ગણપતિનું મસ્તક તેના શરીરથી અલગ થઈ ગયું હતું. જેના કારણે હાથીના બાળકના માથાનું શિરચ્છેદ કરવામાં આવ્યું હતું.હવે આપણને બધાને સવાલ એ ઉભો થાય છે કે ગણપતિજી નું અસલી મસ્તક ક્યાં છે?

ભગવાન ગણેશનાં જે કાઈ પણ મંદિરો છે તેમાં તેમની દરેક મૂર્તિના ધડમાં એક હાથીનું માથું છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે ગણેશજીનું અસલી માથું ભારતની એક ગુફામાં છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવએ ગણેશના મસ્તકને તેના શરીરથી અલગ કરીને એક ગુફામાં રાખ્યું હતું. આ ગુફા પાતાળ ભુવનેશ્વર તરીકે ઓળખાય છે. આ ગુફામાં વિરાજિત ગણેશની મૂર્તિને આદિ ગણેશ તરીકે ઓળખવામાં આવે છે. જૂની માન્યતા અનુસાર, આ ગુફાની શોધ કળિયુગમાં આદિશંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી.

ઉત્તરાખંડની પિથોરાગઢ સ્થિત એક ગુફામાં આવ્યા પછી, તમે ફક્ત ભગવાન ગણેશનું કપાયેલું મસ્તક જ નહીં, પરંતુ તમે ઘણી બધી વસ્તુઓ જોશો જે તમને આશ્રર્યચકિત કરશે.આ રહસ્યમય ગુફા પૃથ્વી પર ભગવાન શિવના અવતાર આદિગુરુ શંકરાચાર્યને મળી હતી.

આ ગુફા ડુંગરથી આશરે 90 ફુટ અંદર જમીનમાં છે. તેમાં પ્રવેશ કરવા માટે ભાવિકોએ સાંકળોની મદદથી અંદર જવું પડે છે. જો તમે આ રહસ્યમય ગુફા ની અંદર જાઓ છો, તો તમને આશ્ચર્ય થશે કે આ ગુફામાં લગભગ 33 કરોડ દેવી-દેવતાઓ છે. આ ગુફા પોતાનામાં જ એક સંપૂર્ણ સ્વર્ગ છે. આ ગુફામાં ગણેશજીનું કપાયેલ મસ્તક પણ અહીં મૂકવામાં આવ્યું છે. આ ગુફાનું નામ પાતાળ ભુવનેશ્વર ગુફા છે, જે ભગવાન શિવની ગુફા તરીકે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શિવએ તેમના પુત્રના તૂટેલા મસ્તકની પીડા સંતોષવા માટે અહીં કમળ દળની સ્થાપના કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *