ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

દર 5મી વ્યક્તિ હોય છે ડિપ્રેશનનો શિકાર, જાણો બહાર આવવાનો રસ્તો

Every 5th person is a victim of depression, know how to get out

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના એક રિપોર્ટ અનુસાર, ભારતમાં દર પાંચમી વ્યક્તિ ડિપ્રેશનની શિકાર છે. એટલે કે ભારતમાં લગભગ 20 કરોડ લોકો માનસિક બીમારીના શિકાર છે, સ્કૂલ, કૉલેજ અને ઓફિસોમાં પણ ડિપ્રેશનના શિકાર લોકો ઢગલે છે. આ અંગે ‘એમપાવર’ ની ફાઉન્ડર અને ચેરપર્સમ નીરઝા બિરલાએ લોકોમાં ડિપ્રેશનના કારણોનું બારિકાઇથી રિસર્ચ કર્યું છે.

માત્ર ભારતમાં જ નહીં, આખી દુનિયામાં ડિપ્રેશન અને એનઝાઇટી ચિંતાનો વિષય બની ગયો છે, પ્રાઇવેટ સેક્ટરમાં લગભગ 42.5% લોકો ડિપ્રેસિવ ડિસોર્ડરના શિકાર છે. કર્મચારીઓમાં વધતા ડિપ્રેશનના કારણે જ 2030 સુધી ઈન્ડસ્ટ્રીને અરબો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

ડિપ્રેશનનો માર સહન કરી રહેલ લોકોની સંખ્યા હજુ પણ વધારે હોઇ શકે છે. કારણકે માનસિક રીતે ડિપ્રેસ્ડ વ્યક્તિ તેના પરિવાર, મિત્રો કે સહકર્મીઓ સતહે તેની સમસ્યા શેર કરી શકતી નથી. જેને ધ્યાનમાં રાખીને જ થોડાં વર્ષો પહેલાં MPower ની સ્થાપના કરવામાં આવી છે.

એમપાવર ડિપ્રેશનની દૂર કરવા માટે ઘણાં ચરણોમાં કામ કરે છે. તે ડિપ્રેશનના શિકાર લોકોને સોશિયલ કમ્યૂનિકેશન માટે સ્પેસ આપે છે. જેથી લોકો તેમની સમસ્યાઓ વિશે ખૂલીને વાત કરી શકે. ક્લિનિકલ સર્વિસની મદદથી પણ લોકોને ડિપ્રેશનમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.