ડે. કમિશ્નર રહેલા પટેલ સમાજના અગ્રણી ટી. જી. ઝાલાવાડિયાનો સંકલ્પ: સૌરાષ્ટ્રના દરેક ગામે પટેલવાડી હોવી જોઈએ

દેશ આઝાદ થયા પછી દિલ્હી ખાતે એક જાહેર સમારંભમાં પંડેત જવાહરલાલ નેહરુએ જણાવ્યું હતું: “આપણી દરેક વાતનું અનુસંધાન ગામડાં સાથે હોવું જોઈએ. દરેકવાત ગામડેથી શરૂ…

દેશ આઝાદ થયા પછી દિલ્હી ખાતે એક જાહેર સમારંભમાં પંડેત જવાહરલાલ નેહરુએ જણાવ્યું હતું: “આપણી દરેક વાતનું અનુસંધાન ગામડાં સાથે હોવું જોઈએ. દરેકવાત ગામડેથી શરૂ થઈને શહેરો તરફ આવવી જોઈએ. દેશના વિકાસનું આયોજન ગ્રામલક્ષી હોવું જોઈએ…”

પંડિત નેહરુનું આ વક્તવ્ય આજે પણ એટલું જ પ્રસ્‍તુત છે . જોકે અમારે વાત કરવી છે, લેઉઆ પટેલ સમાજના સંગઠનની. આપણા સમાજના ભાઈ-બહેનો માટે વધુ સુવિધાઓનું નિર્માણ કરવાની આ વાત છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ સહિતનાં તમામ મોટાં શહેરોમાં અને કેટલાંક તાલુકા કક્ષાનાં નગરોમાં આપણે પટેલવાડીઓનું નિર્માણ કરી શક્યા છીએ, પણ આપણે જ્યાં જન્મ્યાં, જ્યાં ઉછર્યા, કેળવાયાં ,પ્રાથમિક તબક્કે શિક્ષિત થયાં, ઘડાયાં તે ગામડાં સુધી પટેલવાડીઓના “નિર્માણ માટે આપણે કેમ આજ સુધી વિચાર્યું નથી?”

‘પટેલ સુવાસ ‘ના માધ્યમ દ્વારા અમે આપણા મહાન સમાજનાં તમામ ભાઈ બહેનોને નમ્ર અપીલ કરીએ છીએ કે દરેક ગામે પટેલ વાડીનું નિર્માણ કરવા આજથી જ, આ ક્ષણથી જ દ્રઢ સંકલ્પની દીપમાળ પ્રગટાવીએ . હવે સમગ્ર સમાજમાં આ બાબતે વિચારવિમર્શ થવો જોઈએ અને આવનારા દિવસોમાં આપણું આ સ્વપ્ન સાકાર થવું જોઈએ …

સંસ્થાઓ , દાનવીરો , પટેલ સમાજના અગ્રણીઓ તથા સેવાભાવી કાર્યકરોએ લગભગ તમામ શહેરોમાં પટેલવાડીઓ અને છાત્રાલયોનું નિર્માણ કર્યું છે. અમદાવાદ સહિતનાં કેટલાંક મહાનગરોમાં તો દીકરીઓ માટે અલાયદાં છાત્રાલયોનો પ્રારંભ કરવામાં આવ્યો છે, પણ આપણે જાણ્યે-અજાણ્યે વતનનાં ગામોની ઉપેક્ષા કરી છે. શહેરોમાં સમૂહ લગ્ન કેન્દ્રો, શિક્ષણ પ્રચાર, “બેટી બચાવો” અભિયાન જેવાં અતિ સુંદર કાર્યો થાય છે, જે ખૂબ જ આવકારદાયક છે. શહેરોમાં આવી વસેલા પટેલ સમાજનાં પરિવારો માટે આવાં બધાંસેવાકાર્યો આશીર્વાદરૂપ છે . પણ…

હવે ગામડાં તરફ નજર દોડાવવાનો સમય પાકી ગયો છે. સમૂહલગ્નો, સામાજિક ચેતના શૈક્ષણિક પ્રવૃત્તિઓ, આરોગ્ય સેવાઓ, સમાજ જાગૃતિ જેવી પ્રવૃત્તિઓ તથા સુવિધાઓ માટે સહગામડાંઆંમાં વસતા આપણા અસંખ્ય ભાઇ-બહેનો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. શહેરમાં ઠરીઠામ થઈને આપણો મહાન સમાજ જાણ્યે-અજાણ્યે સ્વકેન્દ્રી થઈ ગયો હોય તેવું નથી લાગતું? દરેક પ્રવૃત્તિ-સેવા-સુવિધાઓ આનંદમંગલ, મેળાવડાઓ, સમારંભો જાણે શહેરો માટે જ હોય તેવી છાપ ભૂંસી નાખવા આ ક્ષણથી જ ગામેગામ પટેલવાડીના નિર્માશનો સંકલ્પ કરીએ. દરેક ગામ માટે આવો સંકલ્પ કરાશે તો દાન માટે લેઉઆ પટેલ સમાજના શ્રેષ્ઠીઓ નાણાંની કોથળીઓ ખોલી નાખશે તે હકીકત છે. આપણા મહાન સમાજના દાનવીરો તો કોરો ચેક આપીને કહેશે, “આપણા ગામે પટેલવાડી”નું નિર્માણ કરો અને વધુ નાણાંની જરૂર પડે તો સંકોચ અનુભવતા નહિ. આ તો આપણા મહાન સમાજ માટે જરૂરી છે.

ગામડાંઓમાં વરસાદની અછતના કારણે યુવાનો બેકારી અને અર્ધબેકારીમાં સપડાતા હોય છે. આથી તેમનામાં વ્યસનો સહિત કંઈ કેટલીય બદીઓ ઘર કરી જાય છે. આવા સંજોગોમાં તેમને ગામડાંમાં રોજ ગારીનું કાયમી સાધન ઊભું કરવાની તાતી જરૂર છે. જોકે એમને એ વાતનો સંતોષ છે કે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્‍ટ, આંબા તલાવડી ચાર રસ્તા, કતારગામ, સુરત ખાતે પ્રવૃત્ત આ સંસ્થા તન-મન-ધનથી સહયોગ અને મૂલ્યવાન માર્ગદર્શન આપી રહી છે. આવી સેવાભાવી સંસ્થાઓની હજી વધુ જરૂર છે. સમાજની તમામ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી આવી એક કેન્દ્રીય સંસ્થા શરૂ કરવાની પણ તાતી જરૂર છે.

જો કે, અમારો આજનો વિષય છે ‘ગામડાંઓમાં સમાજનાં પરિવારોને હળવા-મળવા માટે, સ્નેહમિલન માટે એક પ્લેટફોર્મ’ મતલબ કે પટેલવાડીઓ ઊભી કરવાના સંકલ્પનો! આજે ગ્રામિણ વિસ્તારોમાં આવી સુવિધાનો સદંતર અભાવ છે. બસ, તેઓ મંદિરે ભેગા થાય છે કે રાજકીય મેળાવડામાં એકઠા થઈ જાય છે, પણા તેમનું નિજી ઠેકાણું ક્યાંય નથી! આવી ખોટનો વિકલ્પ છે પટેલવાડી!

પટેલવાડી માટે દરેક ગામે ઓછામાં ઓછી ૧ એકર જેટલી (અથવા તેથી વધુ) જમીન મળે તેવા પ્રયાસો હાથ ધરવા પડશે. ગામડેગામડે સમાજનાં ટ્રસ્‍ટ રચવાં પડશે, જેના દ્વારા પંચાયત પાસેથી જમીનો માગવી પડશે. ભોજલરામ મંદિર માટે પણ જમીન માગી શકાય. સામુદાયિક કેન્દ્રની પ્રવૃત્તિઓ માટે પણ જમીનની માંગણી કરી શકાય. અમદાવાદ, ગાંધીનગર, રાજ કોટ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ , ભાવનગર તેમજ મુંબઈમાં વસતાં સમૃદ્ધ પરિવારો તેમનાં ગામે પટેલ વાડીના નિર્માણ માટે જાગૃત થાય તો પટેલ સમાજ માટે આવી સુવિધાનું નિર્માણ એ સહેલી વાત છે – એવો ખુલાસો અહીં ભાગ્યે જ કરવો પડે! બને તો ઈશારો જ હોય! અમે વિચારબીજ રોપ્યું છે. હવે સમાજ આ કામ ઉપાડી લેશે તેવી અપેક્ષા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *