ગાંધી જયંતિની ઉજવણી માટે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ખેસ ધારણ કર્યા, પણ માસ્ક નહીં…

Published on: 4:33 pm, Sat, 3 October 20

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોના મોત પણ થઈ ચુક્યા છે. સમગ્ર વિશ્વમાં થઈ રહેલ આ મહામારીનો થતો ફેલાવો અટકાવવા માટે મુખ્યત્વે 2 પરિબળો જ્વાબદાર રહેલાં છે. પ્રથમ તો એ કે, મોં પર હમેશા માસ્ક પહેરી રાખવું જોઈએ તેમજ બીજું તો એ છે કે, જાહેર સ્થળોએ અથવા તો કુલ 2 વ્યક્તિઓની વચ્ચે સામાજિક અંતર જાળવી રાખવું જોઈએ.

2 ઓકટોબરનાં રોજ સમગ્ર દેશમાં તથા વિશ્વમાં ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરનાર દેશના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબરનાં રોજ ગુજરાતમાં આવેલ પોરબંદરમાં થયો હતો. હજુ ગઈકાલે જ 2 ઓકટોબરનાં રોજ સમગ્ર દેશમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી આ વર્ષ દરમિયાન લોકોને એકત્ર ન કરવાને લીધે આ વર્ષ દરમિયાન ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી ન હતી. આવા સમયમાં પણ રાજ્યમાં અવારનવાર સામાજિક અંતરનાં ધજાગરા ઉડાડીને ભાજપનાં ધારાસભ્યો રેલી અથવા તો સરઘસનું આયોજન કરતાં રહેતાં હોય છે. એ પણ માસ્ક પહેર્યા વિના જ અથવા તો સામાજિક અંતરનું પાલન કર્યાં વગ જ.

ગઈકાલના રોજ ભાવનગર શહેરમાંથી આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. ગાંધી જયંતિનાં રોજ શહેરમાં આવેલ ક્રેસન્ટ સર્કલ પાસે સ્થાપિત કરવામાં આવેલ ગાંધીજીની પ્રતિમાની વન્દના કરવાં માટે ભાજપનાં એકપણ આગેવાન અથવા તો કાર્યકર પક્ષનો કેસરિયો ખેસ ધારણ કરવાનું ભૂલી ગયાં ન હતાં. મોં પર માસ્ક પહેરી રાખવાની તકેદારી પણ રાખવામાં આવી ન હતી. આની સહતે જ સામાજિક અંતરનો પણ ખુલ્લેઆમ જ ભંગ કરવામાં આવ્યો હતો.

પહેલાં પણ ભારતીબેનની નિમણુક કરવામાં આવી હતી ત્યારે પણ કોરોનાનાં નીતિ-નિયમો ભૂલીને આતશબાજી તથા રાસ-ગરબા લેવામાં આવ્યા હતાં. જયારે બીજી વખત ભારતીબેન ભાવનગરમાં આવ્યા હતાં ત્યારે પણ રોડ-શો વખતે સામાજિક અંતરનો પણ ખુલ્લેઆમ જ ભંગ કરવામાં આવ્યો હતો. ત્યારપછી સતત ત્રીજી વખત આવી ઘટના ફરી એકવાર સામે આવી રહી છે. પહેલાં પણ જયારે ભાજપનાં પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ આવ્યા હતાં ત્યારે પણ આયોજિત કરવામાં આવેલ રેલીઓમાં લોકો એકત્ર થયા ત્યારપછી ઘણાં લોકો કોરોનાથી સંક્રમિત થયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle