રાજસ્થાનમાં રસ્તા પરથી મળ્યુ સીલબંધ ઈવીએમ, બે કર્મચારી સસ્પેન્ડ

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી બાદ બારા જિલ્લાની કિશનગંજ વિધાનસભા મત વિસ્તારમાં રસ્તા પરથી સીલબંધ ઈવીએમ બીનવારસી હાલતમાં મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

મતદાન બાદ ઈવીએમને સીલ કરાયુ હતુ અને ઈવીએમ સાથે છેડખાની થઈ હોવાનુ હજી જાણવા મળ્યુ નથી.જોકે રસ્તા પર પડેલા ઈવીએમના કારણે વિવાદ થવો સ્વાભાવિક છે.

આ મામલામાં વહિવટીતંત્ર દ્વારા બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.દરમિયાન રસ્તા પરથી મળેલી ઈવીએમને સ્ટ્રોંગરુમમાં અન્ય ઈવીએમ સાથે પહોંચાડી દેવામાં આવ્યા છે.