ગાંડા થયેલા આશિકે એક્સ ગર્લફ્રેન્ડ પર ચપ્પુ વડે કર્યો હુમલો, સારવાર દરમિયાન થયું મોત- જુઓ CCTV વિડીયો

Published on: 2:05 pm, Wed, 20 October 21

દેશની રાજધાની નવી દિલ્હી(Delhi)ના બિંદાપુર(Bindapur) વિસ્તારમાં એક યુવતી પર છરી વડે હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. 19 ઓક્ટોબરે બપોરે 1.40 વાગ્યે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ(CCTV footage) પણ સામે આવ્યા છે. વીડિયોમાં કુલ 5 લોકો દેખાય છે. આમાં, એક યુવાન રસ્તાની બાજુમાં ઉભો છે, જ્યારે બે છોકરાઓ છોકરીને હુમલાખોર(Attacker)થી બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વીડિયોમાં રસ્તા પર અચાનક નાસભાગ જોવા મળી રહી છે. એક છોકરો છોકરીને છરીથી મારવાનો પ્રયાસ કરતો જોવા મળે છે જ્યારે બે છોકરા તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. હુમલો કરનાર છોકરો છોકરીના વાળ પકડીને તેના પર હુમલો કરે છે. આ દરમિયાન યુવતી રસ્તા પર પડી જાય છે અને હુમલાખોરે તેને છરીના ઘા માર્યા હતા. વીડિયોમાં હુમલાખોરના બંને સાથીઓ ઘટના સ્થળેથી ચાલ્યા જાય છે.

છોકરી બહેનપણીના જન્મદિવસમાં ગઈ હતી:
આ સમગ્ર ઘટના દરમિયાન એક યુવાન રસ્તાની બાજુમાં ઉભો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે કેટલો ડરી રહ્યો છે. હુમલા બાદ છોકરી રડતી રડતી ઉભી થાય છે અને આ છોકરા પાસે આવે છે. આ છોકરીનું સારવાર દરમિયાન મોત થયું છે. છોકરીના માતાપિતાનું કહેવું છે કે, તેમની દીકરી રાત્રે એમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી કે તે તેની બહેનપણીનો જન્મદિવસ છે, જે સામેની ગલીમાં રહે છે, તે કેક કાપ્યા બાદ થોડીવારમાં આવશે પરંતુ રાત્રે પોલીસ તેમના ઘરે આવી અને સમગ્ર ઘટના અંગેની વાત કરી.

શું છોકરીનો એક્સ બોયફ્રેન્ડ હુમલાખોર છે?
પોલીસે કહ્યું કે, હુમલો કરનાર છોકરાનું નામ જણાવવામાં આવ્યું છે, તે છોકરીના ઘરની નજીક રહે છે. અંકિત મૃતક યુવતીનો એક્સ બોયફ્રેન્ડ છે. તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે બંને કેમ અલગ થયા. હુમલાખોર અંકિત યુવતી સાથે કોઈ વાતને લઈને ગુસ્સે હતો, તેથી તેણે બહાને છોકરીને મળવા બોલાવી અને પછી તેના પર ચાકુથી હુમલો કર્યો. જોકે, યુવતીના પરિવારના સભ્યોએ આ વાતને નકારી છે કે બંને વચ્ચે મિત્રતા હતી કે કોઈ સંબંધ હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.