“છેલ્લે તો તારે મારી પાસે જ આવવું પડશે” યુવતીના ફોટા વાયરલ કરી પૂર્વ પ્રેમીએ…

આજકાલ લોકો સોશિયલ મીડિયા ઉપર ખુબજ એક્ટિવ રહેતો હોય છે. મોટાભાગે લોકો પોતાના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા રહે છે. અમુક વખત આવા…

આજકાલ લોકો સોશિયલ મીડિયા ઉપર ખુબજ એક્ટિવ રહેતો હોય છે. મોટાભાગે લોકો પોતાના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા રહે છે. અમુક વખત આવા ફોટા ના કારણે લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે. ત્યારે સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાંથી આવી જ ઘટના સામે આવી છે.

સુરતના જગાતનાકા વિસ્તારમાં રહેતા રત્નકલાકારની 21 વર્ષીય પુત્રીને કોલેજના પ્રેમી દિવ્યેશ રમેશભાઈ લીંબડ (રહે-નાનાવરાછા) અંગત ફોટા મોકલો સગાઈ તોડાવી નાખી હતી. અને ત્યારબાદ ધમકી પણ આપી હતી. ધમકી આપતા કહ્યું કે, હજુ તો આ તારી શરૂઆત છે, તારી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર થશે નહીં.

કોલેજમાં ટીવાય બીકોમ સુધી અભ્યાસ કરનાર યુવતીને કોલેજમાં દિવ્યેશ સાથે પરિચય થયો હતો. અને ત્યાર પછી અમુક સમયે શારીરિક અડપલા કરી ને અંગત પળોનો વિડીયો અને ફોટાઓ તેના ફોનમાં પાડી લીધા હતા.

દિનેશ અન્ય જ્ઞાતિના હોવાની યુવતીને જાણ થતાં યુવતીએ તેના સાથેના સંબંધો પૂર્ણ કરી દીધા હતા. જોકે દિવ્યેશ સંબંધો પૂર્ણ કરવા માંગતો ન હતો. દિનેશ ધમકી આપીને મળવા માટે બોલાવતો હતો. પિતા અને ભાઈ ને મારી નાખવાની ધમકી આપીને તેમજ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેવાની ધમકી આપીને યુવતીને મળવા બોલાવ્યો હતો. યુવતી ડરીને બે વખત તેને મળવા માટે પણ ગઈ હતી.

થોડા સમય પહેલા યુવતી ની સગાઈ પરિવાર દ્વારા કરાવી દેવામાં આવી. જેની જાણ દિવ્યેશને થતાં દિવ્યેશે યુવતીના મંગેતરને પોતાની સાથેના ખરાબ વિડિયો અને ફોટા મોકલી ને સગાઈ તોડાવી દીધી હતી. અને ત્યારબાદ instagram ઉપર ફેક આઈડી બનાવીને મેસેજ અને ફોટા પણ અપલોડ કર્યા હતા.

અવાર નવાર દિવ્યેશ યુવતીને ફોન કરીને હેરાન કરતો રહેતો હતો. ફોન કરીને કહેતો હતો કે, ‘હજુ તો તારી શરૂઆત છે, તારી સાથે કોઈ લગ્ન કરશે નહીં. છેલ્લે તો તારે મારી પાસે જ આવવું પડશે.’ યુવતીના પિતાએ પોલીસ સ્ટેશનમાં દિવ્યેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે સરથાણા પોલીસે દિવ્યેશની શોધખોળ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *