ગુજરાતી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: પરીક્ષા લેવાશે કે નહી તે અંગે શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

રાજ્યની સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાઓ લેવા સંદર્ભે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દૂસિંહ ચુડાસમાએ આજે મહત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજોમાં અભ્યાસ…

રાજ્યની સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાઓ લેવા સંદર્ભે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દૂસિંહ ચુડાસમાએ આજે મહત્વની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવશે જ. પરંતુ યુ.જી.સી. દ્વારા પરીક્ષાઓ અને અન્ય બાબતો અંગે નિર્ણય લેવા માટે નિષ્ણાંત સભ્યોની સમિતિના સૂચનો અને ભલામણો અનુસાર પરીક્ષાઓ અંગેની માર્ગદર્શિકા રાજ્ય સરકાર
દ્વારા જાહેર કરવામાં આવશે અને તે મુજબ પરીક્ષાઓ લેવામા આવશે.આજે કોરોના કોવિડ-૧૯ના સંદર્ભમાં રાજ્યની સરકારી તથા ખાનગી યુનિવર્સિટીઓએ લોકજાગૃતિ અને કોરોનાથી જરૂરી રક્ષણ મેળવવા સંદર્ભે કરેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગર ખાતે યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્ૂસિંહ ચુડાસમાએ આ મહત્વની સ્પષ્ટતા કરી હતી.

યુનિવર્સિટીઓની પરીક્ષાઓ અંગે શિક્ષણમંત્રીશ્રીએ ફુલપતિશ્રીઓને એમ પણ જણાવ્યું હતું કે, ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે યુનિવર્સિટીઓની પરીક્ષા યોજવા બાબતે માર્ગદર્શિકા નકકી કરવા જે ટાસ્કફોર્સની રચના કરી છે તેના માર્ગદર્શન પ્રમાણે પરીક્ષા સંદર્ભે આપણે આગળ વધવાનું રહેશે. કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાઓ કઈ રીતે લેવી તેના સૂચનો સત્વરે મોકલી આપવા માટે પણ શિક્ષણ મંત્રીશ્રીએ કુલપતિશ્રીઓને અપીલ કરી હતી.

સમગ્ર રાજ્યમાં કોરોના કોવિડ-૧૯ના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ એક પડકારરૂપ સમય છે. ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આફતને પહોંચી વળવા માટે જનજાગૃતિ, તાલીમ, શિક્ષણ અને માર્ગદર્શન આપે તેવો યુનિવર્સિટી અભ્યાસકમ તેયાર કરવા માટે પણ શિક્ષણમંત્રીશ્રીએ કુલપતિશ્રીઓને આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોરોનાએ દુનિયામાં વહેવાર અને વહીવટની પઘ્ધતિ બદલી નાંખી છે. હવે જીવન
પઘ્ધતિ અને જીવનશૈલી પણ બદલવી પડશે. અગાઉની આફતો દશ્ય આફતો હતી, જે આપણે જોઈ શકતા હતા અને જેમનો આપણે સફળતાપૂર્વક સામનો પણ કર્યો છે. પરંતુ આ આફત અદ્દશ્ય હોવા છતાં પણ સમગ્ર દેશ અને આપણા રાજ્યની જનતા અને વહીવટીતંત્ર તેનો હિમ્મતભેર સામનો કરી રહયા છે.

શિક્ષણમંત્રીશ્રીએ આગામી દિવસોમાં સ્ટાર્ટઅપના માઘ્યમથી ઘરમાં, ક્ચેરી કે વાહનોમાં સેનીટાઈઝેશનની વ્યવસ્થા આપોઆપ થઈ જાય તેવા પ્રયોગોના સંશોધનની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

આ વિડીયો કોન્ફરન્સમાં શિક્ષણરાજયમંત્રી શ્રીમતી વિભાવરી બહેન દવે એ ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે આપણે માટે આ આપત્તિને અવસરમાં પલટાવવાનો સમય છે. આ સમયમાં આપ સૌ સહીત રાજયના શિક્ષણ વિભાગે ટેકનોલોજીના માઘ્યમથી વિધાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગીકાર્ય કર્યું છે તેનું પરિણામ આપણને આગામી દિવસોમાં મળશે જ.

અગ્ર સચિવશ્રી ઉચ્ચ શિક્ષણ શ્રીમતી અંજુ શર્મા તથા ઉચ્ચ શિક્ષણ, કમિશ્નરશ્રી નટરાજને પણ વીડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *