વારંવાર દુષ્કર્મ થતા મુખ્યમંત્રીએ તોડ્યું મૌન, “અમારું કામ દીકરીઓને બચાવવાનું નથી!” – જાણો શું છે હકીકત

Published on: 3:11 pm, Sun, 18 October 20

સોશિયલ મીડિયા પર એક અખબારનો ફોટો શેર કરવામાં આવ્યો હતો અને દાવો કરવામાં આવ્યો છે કે, ઉતરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, “એમનું કામ એ ગાયો બચાવવાનું છે, સ્ત્રીઓં બચાવવાનું નહિ.” વાયરલ થયેલા ફોટાએ ૨૦૧૮માં એક વેબસાઈટે છાપેલ પોસ્ટમાંથી લેવામાં આવ્યો છે. આ ફોટો એ હાથરસની ઘટના બન્યા બાદ શેર કરવામાં આવ્યો હતો. આ ફોટા માં લખાયેલું હતું કે, “યોગી આદીત્યનાથનું ફરી એકવાર લાપરવાહી ભર્યું બયાન સામે આવ્યું છે, “અમારું કામ ગાયો બચાવવાનું છે, છોકરી બચાવવાનું નહિ.”

29 સપ્ટેમ્બર 2020 માં દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ઉત્તર પ્રદેશના હાથરસની પીડિતા 19 વર્ષીય દલિત યુવતીના મૃત્યુ પછી ફોટો વાયરલ થયો હતો. 14 સપ્ટેમ્બરના રોજ હાથરરસમાં દલિત યુવતી સાથે ગામડાના ઉચ્ચસ્તરીય જાતિના ચાર યુવકોએ બળાત્કાર કર્યો હતો અને તે યુવતીને મારવામાં પણ આવી હતી કે, જ્યારે તે યુવતી તેના ખેતરમાં તમારા પશુઓ માટે ઘાસચારો લેવા ગઈ હતી. ઘટના પછી ચારેય આરોપીઓંની ધરપકડ કરવામાં આવી હતી.

પીડિતાના મૃત્યુ પછી રાજ્યની યોગી સરકારને ખુબ આલોચના સહન કરવી પડી હતી. તથા યોગી સરકાર સવાલોથી ઘેરાઈ પણ ગઈ હતી, કે જયારે પીડિતાના મુર્ત્યુ બાદ પરિવારની સહમતી વગર જ રાતે ૨:30 વાગ્યે તેનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યો હતો.

જોકે પરિવારની સહમતી વગર સળગાવી દેવાના આરોપને પોલીસે ખોટો સાબિત કર્યો છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, તેમાં પીડિતાના પરિવાર સહમતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle