શ્રમ મંત્રાલયના નામે બનેલી ખોટી વેબસાઈટમાં લાખો લોકો ફસાયા, જાણી લેજો નહિતર લેવાના દેવા થઇ જશે

ઓનલાઈન લોકોને ઠગતી એક ભારત સરકારના મંત્રાલયના નામે ચાલતી એક વેબ સાઈટને લોકોએ ખરાઈ કરીને ઝડપી પાડી હતી. મીડિયા દ્વારા જ્યારે તેની તપાસ કરી તો…

ઓનલાઈન લોકોને ઠગતી એક ભારત સરકારના મંત્રાલયના નામે ચાલતી એક વેબ સાઈટને લોકોએ ખરાઈ કરીને ઝડપી પાડી હતી. મીડિયા દ્વારા જ્યારે તેની તપાસ કરી તો અમને ખબર પડી કે આ શ્રમ મંત્રાલયના નામે બનાવેલી નકલી વેબસાઇટ છે. શ્રમ મંત્રાલય આવી કોઈ યોજના ચલાવી રહ્યું નથી. ઘણા બધા લોકો શ્રમ મંત્રાલયના નામે બનાવેલી નકલી વેબસાઇટની આડમાં ફસાઈ ગયા હતા. આ પ્રકારના કિસ્સાઓ ઈન્ટરનેટના વપરાશ સાથે વધવા જ લાગ્યા છે. અને ઘણા બધા લોકો હવે ઓનલાઈન ઠગાઈનો ભોગ પણ બને છે.

ચાલો આજે જાણીએ કે કેવી રીતે લોકો આવી ઓનલાઈન ઠગ્બાજોની જાળમાં ફસાઈ જાય છે. મીડીયાએ આ બબાતે સંપૂર્ણ તપાસ કરીને લોકો સામે તથ્ય લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહિયાં આપેલી એક વેબ્સાઈટમાં લિંક વાયરલ છે જે આ યોજના અનુસાર 1990 થી 2022ની વચ્ચે નોકરી કરનાર લોકોને સરકાર વલતર (પેન્શન) આપી રહી હોવાનું કેહવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકો એવું કહી રહ્યા છે કે, શ્રમ મંત્રાલય હવે એક નવી યોજના હેઠળ લોકોને એક લાખ 55 હજાર રૂપિયા આપી રહ્યું છે. પરંતુ જ્યારે અમે તેની તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે તે શ્રમ મંત્રાલયના નામ પર બનાવટી વેબસાઇટ બનાવવામાં આવી હતી. શ્રમ મંત્રાલય આવી કોઈ યોજના ચલાવી રહ્યું નથી.

ત્યારબાદ વધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ વેબસાઇટમાં, પ્રથમ વસ્તુ જે શંકા પેદા કરે છે તે તેનું URL ‘indiagivinworks.blogspot.com’ છે. સ્વાભાવિક છે કે, કોઈપણ સરકારી વેબસાઈટનું URL આ પ્રકારનું હોતું નથી.

શ્રમ મંત્રાલયની મૂળ વેબસાઇટ ‘labour.gov.in’ છે. બંનેની સરખામણી કરીને, તેમની વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે જોઈ શકાય છે. જ્યારે તમે આ વેબસાઇટ ખોલો છો, ત્યારે તમને સૌથી પહેલા તમારું નામ પૂછવામાં આવે છે. જો તમે ખોટો જવાબ આપો તો ‘કેમ?’ આ લખીને આવશે કે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.

શ્રમ મંત્રાલયની મૂળ વેબસાઇટ ‘labour.gov.in’ છે. બંનેની સરખામણી કરીને, તેમની વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે જોઈ શકાય છે. જ્યારે તમે આ વેબસાઇટ ખોલો છો, ત્યારે તમને સૌથી પહેલા તમારું નામ અને જાતી વિષે પૂછવામાં આવે છે. જો તમે ખોટો જવાબ આપો તો પણ લખીને આવશે કે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.

આ પછી, આના જેવું એક પેજ ખુલશે જે તમારા એન્ટીવાયરસને ખતરનાક કહીને બ્લોક કરશે. જો તમારી પાસે તમારા કમ્પ્યુટર અથવા ફોનમાં એન્ટિવાયરસ નથી, તો તે તમને નુકસાન પણ કરી શકે છે. અને ખુદ આ વેબ્સાઈટ નકલી હોવાનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા ચકાસવામાં આવ્યું છે.

આજના સમયમાં ઘણા બધા ‘ઠગ’ લોકોના ફોનમાંથી ‘મહત્વપૂર્ણ’ માહિતીને આ રીતે અપનાવીને ચોરી કરે છે. ઘણી વખત, તેઓ આ માહિતી વેચીને પૈસા કમાય છે. થોડા સમય પહેલા નાણા મંત્રાલયના નામે એક નકલી વેબસાઈટ પણ સામે આવી હતી જેના પર બનાવટી સ્કીમ ચલાવવામાં આવી રહી હતી. તે સમયે પણ પિઆઇબિએ તેમણે ખુલ્લા પાડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *