ચીને ફેલાવ્યા ભારતનું સુખોઈ ૩૦ ફાઈટર પ્લેન ફૂંકી માર્યું હોવાના સમાચાર- શું છે હકીકત જાણો અહિયાં

છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદ પર ચીન અને પાકિસ્તાનની નાપાક હરકતો થી દેશ પરેશાન થઇ રહ્યો છે. ત્યારે હવે ચાલાક ચીન એ વધુ એક અટકચાળો કર્યો…

છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદ પર ચીન અને પાકિસ્તાનની નાપાક હરકતો થી દેશ પરેશાન થઇ રહ્યો છે. ત્યારે હવે ચાલાક ચીન એ વધુ એક અટકચાળો કર્યો છે જેનાથી ભારતીય સેનાનું મજબુત મનોબળ નબળું પડે. પરંતુ આ હરકત જયારે હકીકત તપાસવામાં આવી ત્યારે ખોટી અફવા સાબિત થઇ. શું છે સમગ્ર ઘટના વાંચો આ અહેવાલમાં…

નાપાક ચીનના એક ભારત વિરોધી અને ખાસ ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંશોધનકર્તા કોલમિસ્ટ પત્રકાર ઝ્હોંગ ક્ષીન દ્વારા એક ટ્વીટ કરાયું છે જેમાં દાવો કરાયો છે કે અમારી વાયુસેનાએ તિબેટમાંનાએ ભારતીય લડાકુ વિમાન સુખોઈ 30 ને તોડી પાડ્યું છે. આ ટ્વીટ બાદ સંખ્યાબંધ પાકિસ્તાનીઓએ એક પ્લેનનો ફોટો વાઈરલ કર્યો છે જેમાં લખાય છે કે જુઓ મરઘી હલાલ થઇ ગઈ અને દાવો થાય છે કે આ બળી રહેલું પ્લેન ભારતીય વાયુસેનાનું છે.

પરંતુ જયારે અમે આ બાબતે તપાસ કરી ત્યારે કઈક અલગ જ હકીકતો સામે આવી. ખરેખર ચીનના એક હિન્દુસ્તાન વિરોધી કોલમિસ્ટ પત્રકાર ઝ્હોંગ ક્ષીન દ્વારા એક ટ્વીટ કરાયું છે જેમ અ દાવો કરાયો છે કે અમારી વાયુસેનાએ તિબેટમાંનાએ ભારતીય લડાકુ વિમાન સુખોઈ 30 ને તોડી પાડ્યું છે. પરંતુ PIB એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા કરાયેલ ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો હોવાનું સામે આવ્યું છે.

પાકિસ્તાનીઓ દ્વારા શેર કરાઈ રહેલા આ ફોટોને સુખોંઈ પ્લેન સાથે કોઈ પણ જગ્યાએ સરખાવવાથી સામ્યતા દેખાતી નથી આમ આ દાવો ખોટો ઠરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *