પાકિસ્તાનને તેનું સ્થાન દેખાડવા શૌચાલયની ‘પાકિસ્તાન મુર્દાબાદ’ લખેલી ટાઈલ્સ મફત

’જ્યારે પણ લોકો પેશાબ કરશે ત્યારે પાકિસ્તાનને તેનું સ્થાન ખબર પડશે.’

14 ફેબ્રુઆરીના રોજ પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાન શહીદ થયાં હતાં. સમગ્ર ભારતવાસી શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે અને ભારતભરમાં સમગ્ર જગ્યાએ આ આતંકી હુમલાનો સખત વિરોધ થઈ રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી કેન્ડલ માર્ચ અને પુષ્પાંજલિ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે.

આ હુમલામાં શહીદ થયેલા પરિવારજનોના દુઃખમાં ભાગીદાર થવા માટે બોલિવૂડથી લઈ ઉદ્યોગપતિઓ અને સામાન્ય નાગરિક પણ જુદી જુદી રીતે મદદ કરી રહ્યાં છે. સમગ્ર ભારતમાં આ હુમલાને લઈ જનાક્રોશ છે અને લોકો જુદી જુદી રીતે આતંકનો વિરોધ કરી રહ્યાં છે. ગુજરાતના મોરબીની એક સિરામીક ફેક્ટરી ‘પાકિસ્તાન મુર્દાબાદ’ લખેલી ટાઈલ્સનું ઉત્પાદન કરીને આતંક સામે પોતાનું અનોખું વિરોધ પ્રદર્શન કરી રહી છે.

આ ટાઈલ્સમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઈન બનેલી છે અને આ સાથે જ સફેદ અક્ષરમાં ટાઈલ્સની નીચે ‘પાકિસ્તાન મુર્દાબાદ’ લખેલું છે.

રિપોર્ટ અનુસાર આતંકવાદીઓને છાવરવા બદલ પાકિસ્તાનનો વિરોધ પ્રદર્શન કરવા માટે આ સમગ્ર ટાઈલ્સનો ઉપયોગ જાહેર શૌચાલયમાં કરવામાં આવશે.

ફેક્ટરીના માલિક સુરેશ કસુનંદાએ જણાવ્યું હતું કે,’આ ટાઈલ્સના ઉત્પાદનનો મુખ્ય હેતું પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરવાનો છે. જેમ જેમ લોકોમાં ડિમાન્ડ વધતી જશે તેમ તેમ આ ટાઈલ્સનું ઉત્પાદન પણ વધારવામાં આવશે.’ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીએ રોષ અને ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે,’જ્યારે પણ લોકો પેશાબ કરશે ત્યારે પાકિસ્તાનને તેનું સ્થાન ખબર પડશે.’

Facebook Comments