વડોદરામાં પિતા અને પુત્રએ ટ્રેન નીચે પડતું મુકીને મોતને વ્હાલું કર્યું- આત્મહત્યાનું કારણ અકબંધ

વડોદરા(Vadodara): શહેરના અલકાપુરી વિસ્તાર(Alkapuri area)માં રહેતા ફેક્ટરીના માલિક અને માલિકના પુત્રએ રેલવે-ટ્રેક(Railway-track) પર પડતું મૂકીને આત્મહત્યા(Suicide) કરી લીધી છે. ટ્રેનની જોરદાર ટક્કર લાગતા બંનેનાં માથાં…

વડોદરા(Vadodara): શહેરના અલકાપુરી વિસ્તાર(Alkapuri area)માં રહેતા ફેક્ટરીના માલિક અને માલિકના પુત્રએ રેલવે-ટ્રેક(Railway-track) પર પડતું મૂકીને આત્મહત્યા(Suicide) કરી લીધી છે. ટ્રેનની જોરદાર ટક્કર લાગતા બંનેનાં માથાં ધડથી અલગ થઈ ગયાં હતાં અને ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.

પિતા અને પુત્ર બંનેના મૃતદેહો મળી આવ્યા:
શહેરનાના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષના ‌ફેકટરીના માલિક દિલીપભાઇ વિમલભાઇ દલાલ અને તેમના 43 વર્ષનો પુત્ર રસેશ દિલીપભાઇ દલાલના મૃતદેહ મારેઠા રેલવે-ફાટક પાસેથી મળી અઆવતા ચકચાર મચી જવા પામ્યો હતો. મંગળવારના રોજ સાંજે 7 વાગ્યે પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો, ઘટનાની જાણ થતાની સાથે જ રેલવે સ્ટેશન પર ઊભેલા લોકો દોડી ગયા હતા. સાથે પીએસઆઇએ બી.એમ. લબાના અને હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સમગ્ર ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આત્મહત્યા શા માટે કરી તેનું કારણ હજુ પણ અકબંધ:
સમગ્ર ઘટના અંગેની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા અને આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પિતા અને પુત્રએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગેનું કારણ બહાર આવ્યું નથી.

માલિકનો પુત્ર અપરિણીત હતો:
મળતી માહિતી અનુસાર, ઉદ્યોગપતિ દિલીપભાઇનો પુત્ર રસેશ અપરિણીત હતો અને માનસિક રીતે બીમાર હતો. પિતા અને પુત્ર બંને મકરપુરા ટિકિટ લેવા જઇએ છીએ, તેવું કહીને ઘરેથી નીકળી ગયા હતા. મંગળવારના રોજ સાંજે સાત વાગ્યાના ટકોરે મકરપુરા અને વરણામાની વચ્ચે મારેઠા રેલવે-ફાટક નજીક કોચુઅલ્લી-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી પિતા અને પુત્ર બંનેએ આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પિતા-પુત્ર એક સાથે આત્મહત્યા કરતાં પરિવાર શોકની લાગણી છવાઈ:
શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિક પિતા અને પુત્રએ આત્મહત્યા કરતા રેલવે ટ્રેક પર લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થઇ ગયા હતા. પિતા-પુત્રના મોતને કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, માલિક દિલીપભાઇ તેમના પત્ની અને પુત્ર રસેશ સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *