RCBનો નવો કેપ્ટન જાહેર- હવે કોહલીએ પણ તેના આદેશનું કરવું પડશે પાલન

Published on Trishul News at 5:13 PM, Sat, 12 March 2022

Last modified on March 12th, 2022 at 5:13 PM

આઈપીએલ 2022(IPL 2022) ભારતમાં જ આ મહિનાની 26 તારીખથી શરૂ થઈ રહી છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકો આ લીગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેના કરતાં પણ દરેક ક્રિકેટ ચાહકે નક્કી કરવાનું હતું કે આ સિઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)નો કેપ્ટન કોણ હશે. વિરાટ કોહલી(Virat Kohli)એ ગત સિઝનમાં જ આ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. પરંતુ હવે ટીમે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે.

આ ખેલાડી આરસીબીનો નવો કેપ્ટન બનશે:
IPL 2022 પહેલા RCBના નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. આ સિઝનમાં RCBનો કેપ્ટન દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ હશે. પહેલાથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ટીમના સૌથી સિનિયર ખેલાડી હોવાના કારણે આ જવાબદારી ફાફને સોંપવામાં આવશે. અંતે એવું જ થયું. ડુ પ્લેસિસ અગાઉ CSK માટે રમ્યો હતો અને તેની પાસે દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશિપનો લાંબો અનુભવ છે.

હવે કોહલીએ પણ તેના આદેશનું પાલન કરવું પડશે:
તાજેતરમાં, IPL 2022 મેગા ઓક્શનમાં, RCBએ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસને 7 કરોડમાં ખરીદ્યો છે. ફાફ ડુ પ્લેસિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાયા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે RCB ટીમની કમાન દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસને સોંપવામાં આવી શકે છે. હવે વિરાટ કોહલીએ પણ ડુ પ્લેસિસના આદેશનું પાલન કરવું પડશે. અનુભવને જોતા ફ્રેન્ચાઇઝીએ આ જવાબદારી ફાફ ડુ પ્લેસિસને આપવાનો નિર્ણય કર્યો.

આ ખેલાડી ઝડપી બેટિંગમાં માહેર છે
આ પહેલા ફાફ ડુ પ્લેસિસ લાંબા સમયથી ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે અને તેની હાજરીમાં ટીમ બે વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂકી છે. ગત IPLમાં ફાફ ડુ પ્લેસિસ સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા નંબર પર હતો. ફાફ ડુ પ્લેસિસે ચેન્નાઈને ચોથું ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. ફાફ ડુ પ્લેસિસે અત્યાર સુધી IPLની 93 ઇનિંગ્સ રમી છે. ફાફ ડુ પ્લેસિસે 34.94ની એવરેજથી 2935 રન બનાવ્યા છે, જેમાં 22 અડધી સદી સામેલ છે. ફાફ ડુ પ્લેસિસે 265 ચોગ્ગા અને 96 છગ્ગા ફટકાર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "RCBનો નવો કેપ્ટન જાહેર- હવે કોહલીએ પણ તેના આદેશનું કરવું પડશે પાલન"

Leave a comment

Your email address will not be published.


*