લ્યો બોલો..! હવે મોદી સરકારના મંત્રીને પણ મોંઘવારી નડી, સાંભળો ગરીબ મકાઈવાળાને આ શું સંભળાવી દીધું

કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે(Faggan Singh Kulaste News)નો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થઈ રહ્યો છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો…

કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે(Faggan Singh Kulaste News)નો એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(Viral video) થઈ રહ્યો છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, મોદી સરકારના મંત્રીને પણ મોંઘવારી(Inflation) નડી રહી છે. આમાં તે રસ્તા પર મકાઈની ખરીદી કરતા નજરે ચડી રહ્યા છે. આ વિડીયોમાં મંત્રી અને મકાઈ વાળાની વાતો પણ રસપ્રદ છે. જેમાં જોઈ શકો છો કે, મંત્રીને 15 રૂપિયા પણ વધારે લાગી રહ્યા છે.

વરસાદની ઋતુમાં મકાઈ ખાવાનું કોને ન ગમે. કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેએ પણ રસ્તાની બાજુમાં એક વ્યક્તિને મકાઈ શેકતા જોઈને કાર રોકી હતી. ત્યારે મધ્યપ્રદેશના મંડલાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે એક મકાઈના 15 રૂપિયા સાંભળીને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

કાફલામાં ચાલતા મંત્રી તેમના ગૃહ જિલ્લા માંડલા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેણે એક યુવકને રસ્તામાં મકાઈ વેચતો જોયો. મંત્રીએ ઉતાવળમાં કાફલાને રોક્યો, પોતે કારમાંથી નીચે ઉતર્યા અને 3 મકાઈના ભાવ પૂછ્યા. યુવકે કહ્યું 45 રૂપિયા એટલે કે 15માં એક, તો મંત્રી તરત જ ચોંકી ગયા. તેઓએ કહ્યું કે આટલું બધું મોંઘુ આપી રહ્યા છો. અહીં તો ફ્રીમાં મળે છે. તો યુવકે જવાબ આપતા કહ્યું કે, તમારી ગાડી જોઇને વધારે ભાવ નથી કીધો અને ત્યારબાદ ફગ્ગન સિંહ કુલસ્તે મકાઈને શેકીને એક કાગળમાં પેક કરવાનું કહ્યું હતું. ત્યારબાદ પોતાનું પાકીટ કાઢીને યુવકને પૈસા આપ્યા હતા.

કુલસ્તે અટલજીની સરકારમાં મંત્રી પણ હતા:
ફગ્ગન સિંહ કુલસ્તે 1990માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. 1996 માં, તેઓ મંડલા લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ બનીને અટલ બિહારી વાજપેયી સરકારમાં પ્રથમ વખત રાજ્ય મંત્રી બન્યા. આ પછી કુલસ્તેને મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ એક વખત રાજ્યસભાના સભ્ય પણ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા. એકવાર તેમણે બીજેપી પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી લડવાનું મન બનાવી લીધું હતું, પછી ભારે મુશ્કેલી બાદ તેઓ માન્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *