નકલી ડોકટરો સાથે મળી કોરોના દર્દીઓની સારવાર કરતી અને લાખો રૂપિયા ખંખેરી દર્દીને મોત આપનાર મહિલા નર્સ ઝડપાઇ

હાલ જયારે એક બાજુ કોરોના મહારારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ કોવિડના દર્દીને ઘરે સારવાર આપવાના નામે લાખો રૂપિયા ખંખેરતી નકલી ડોક્ટરની ટોળકીની મહિલા…

હાલ જયારે એક બાજુ કોરોના મહારારી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ કોવિડના દર્દીને ઘરે સારવાર આપવાના નામે લાખો રૂપિયા ખંખેરતી નકલી ડોક્ટરની ટોળકીની મહિલા નર્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, નકલી ડોક્ટર અને નર્સની ત્રિપુટીની લાલચમાં એક પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. આ નકલી ડોકટરના કનેક્શન વટવાની કોવિડ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે.

મળતી માહિતી મુજબ, અમરાઇવાડીમાં કોવિડના દર્દીને ઘરે સારવાર આપવાના નામે પૈસા ખંખેરનાર મહિલા નર્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઇસનપુરમાં રહેતી રિના કચ્છી, નરેન્દ્ર પંડ્યા અને સોહેલ શેખે નકલી ડોક્ટર બનીને 1.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. અમરાઈવાડીમાં રહેતા વિશાલભાઈને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી પાડોશીની મદદથી તેમને ઘરે સારવાર માટે આ ઠગ નકલી ડોક્ટરની ટોળકીનો સંપર્ક કર્યો હતો.

જાણવા મળ્યું છે કે, તેઓ 15 દિવસ સુધી કોવિડની સારવાર કરવાના બહાને 1.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેમ છતાં તબિયતમાં કોઈ સુધારો ન થતા વિશાલભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું અવસાન થયું હતું. નકલી ડોક્ટરના કારણે વિશાલભાઈને કોવિડની પુરતી સારવાર મળી નહિ અને તેમનો જીવ ગયો છે. જેથી પોલીસ દ્વારા આ ત્રણેય ઠગ ત્રિપુટીની ધરપકડ કરવામાં આવી છે.

આ નકલી ડૉક્ટરોનો ભાંડો ફૂટ્યા પછી પૂછપરછ કરતા મહિલા નર્સ રિના કચ્છી વટવામાં આવેલી સ્પર્સ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે તેમજનરેન્દ્ર પંડ્યા અને સોહેલ શેખ આ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના ઈલાજનો અનુભવ હોવાથી આ ત્રિપુટીએ ઘરે સારવાર આપવાના નામે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું.

આ ઉપરાંત મૃતકના પાડોસીને પણ આ ટોળકીએ સારવાર આપી હતી. કોઈ ડોકટર ના કહેવાથી ટોળકી ત્યાં સારવાર આપી રહી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસ દ્વારા હોસ્પિટલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. કોવિડના નકલી ડોકટર ત્રિપુટીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આ નકલી ડોકટરની સાથે અસલી ડોકટરની સંડોવણીની શંકા પણ પોલીસ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે આ ટોળકી સાથે અન્ય કોણ સંડોવાયેલા છે તેને લઈને પણ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *