ભાજપના પૂર્વ MLA એ હોસ્પિટલમાં દારૂના નશામાં મહિલા ડોકટરની છેડતી કરી હોવાનો દાવો કેટલો સાચો?

કોરોના મહામારીના પોઝિટિવ કેસોની સંખ્યાની જેમ ફેક ન્યૂઝનું પ્રમાણ પણ દિવસે-દિવસે વધતું જાય છે. અમદાવાદ શહેરની SVP હોસ્પિટલમાં પૂર્વ MLA ભૂષણ ભટ્ટે છેડતી કરતાં લેડી…

કોરોના મહામારીના પોઝિટિવ કેસોની સંખ્યાની જેમ ફેક ન્યૂઝનું પ્રમાણ પણ દિવસે-દિવસે વધતું જાય છે. અમદાવાદ શહેરની SVP હોસ્પિટલમાં પૂર્વ MLA ભૂષણ ભટ્ટે છેડતી કરતાં લેડી ડૉકટરે તેમને તમાચો ચોડી દીધો હતો. જો કે બાદમાં ભટ્ટે માફી માંગી લેતા બંને પક્ષે સમાધાન થયાના ખોટા મેસેજથી શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી હતી. જોકે આ પ્રકારના ખોટો મેસેજ વાયરલ કરી બદનામ કરનાર તત્વો વિરૂદ્ધ ભૂષણ ભટ્ટે ખાડિયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે.

આ વાયરલ થયેલા ફેક મેસેજમાં લખ્યું હતું કે,અશોક ભટ્ટના છોકરા ભૂષણ ભટ્ટે દારૂ પીધેલી હાલતમાં SVP હોસ્પિટલમાં લેડી ડૉકટર સાથે શારિરીક અડપલાં કરતા ડૉકટરે તેમને તમાચો મારી જવાબ આપ્યો હતો. જો કે હોબાળો થતાં તેમણે ડોકટરની માફી માંગી અને જતા-જતા આને હું નહીં છોડું તેવું બોલ્યા હતા. પોળના કોરોના પોઝિટિવ દર્દીને મળવા માટે નશામાં ધૂત ભૂષણ ભટ્ટ SVP હોસ્પિટલમાં પહોંચ્યા હતા. લેડી ડૉકટરે કોરોના દર્દીને મળવા ના દેતા ઉશ્કેરાયેલા નેતાએ લેડી ડૉકટરને અપશબ્દો બોલી હોબાળો કર્યો હતો.

ભૂષણ ભટ્ટે આ અંગે ખાડિયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી જણાવ્યું છે કે, SVP હોસ્પિટલમાં હું ગયો જ નથી. મને બદનામ કરવાનું કાવતરું થયું છે. આ પ્રકારના મેસેજ અંગે તપાસ થવી જોઈએ. સાયબર સેલને પણ મે જાણ કરી મેસેજ સેન્ડ કર્યો છે. હું દોષી હોઉ તો મને સજા થાય. આ મામલે ત્વરિત તપાસ કરી કાર્યવાહી થવી જોઈએ તેમજ મેસેજ વાયરલ કરનારને ઝડપી લેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *