નિસ્વાર્થ પ્રેમ કરતા પાલતું શ્વાનનું મૃત્યુ થતા પરિવારજનોએ એવી અંતિમયાત્રા કાઢી કે, જોઇને તમે પણ રડી પડશો

Published on Trishul News at 12:17 PM, Tue, 9 August 2022

Last modified on August 9th, 2022 at 12:17 PM

કૂતરા એટલા બુદ્ધિશાળી છે કે જો તેને પ્રેમ કરવામાં આવે તો તેઓ માણસના શ્રેષ્ઠ મિત્રો બની જાય છે. કુતરા અને માણસોએ પણ સમયાંતરે આ વાત સાબિત કરી છે. શ્વાનની તેના માલિક પ્રત્યેની વફાદારી અને માલિકનો તેના પ્રત્યેનો પ્રેમ કંઈ નવી વાત નથી, પરંતુ કેટલાક કિસ્સાઓ એવા છે જે ઉદાહરણ બેસાડે છે. હવે આવો જ એક કિસ્સો ઓડિશા(Odisha)ના પરાલાખેમુંડી(Paralakhemundi)માં જોવા મળ્યો છે. અહીં રહેતા એક પરિવારે પોતાના પાલતુ શ્વાનના મોત પર એવી અંતિમયાત્રા કાઢી કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને લોકોની આંખો ભરાઈ આવી.

મળતી માહિતી મુજબ પરાલાખેમુંડીમાં રહેતા એક પરિવારે 17 વર્ષ પહેલા ‘અંજલિ’ નામનો કૂતરો પાળ્યો હતો. ત્યારથી તે આ પરિવાર સાથે રહેતો હતો. આ પરિવાર અને અંજલિ વચ્ચે એવો સંબંધ બની ગયો હતો કે તે પરિવારનો એક સભ્ય જ બની ગયો હતો. દરેક નાના-નાના નિર્ણયમાં અંજલી પણ સામેલ હતો. પરિવાર દરેક નાની-નાની વાતમાં તેનું ધ્યાન રાખતો હતો.

હવે 17 વર્ષ પછી જ્યારે ‘અંજલિ’નું અવસાન થયું ત્યારે પરિવાર સાવ ભાંગી પડ્યો અને રડી પડ્યો. પરિવારના સભ્યોએ તેમને અંતિમ વિદાય આપવા માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બેન્ડવાજા સાથે ભારે ધામધૂમથી અંજલિની અનોખી સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. કૂતરાના માલિક તુન્નુ ગૌડાએ પોતે જ તેના મૃતદેહને હાથમાં લઈને સ્મશાનભૂમિ સુધી પહોંચાડ્યો હતો અને હિંદુ વિધિ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ પ્રકારનો એક પ્રેમ સમાજમાં એક સારું ઉદાહરણ પૂરું પાડે છે. જો વાત કરવામાં આવે તો કુતરાઓ પણ માણસના સર્વશ્રેષ્ઠ મિત્ર બાની જાય છે. આ પ્રકારના ઉદાહરણ તમે પહેલા પણ સાંભળ્યા કે જોયા હશે. માણસ અને કુતરા વચ્ચેનો પ્રેમ અલગ જ છે. જે આ કિસ્સો આપણને જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "નિસ્વાર્થ પ્રેમ કરતા પાલતું શ્વાનનું મૃત્યુ થતા પરિવારજનોએ એવી અંતિમયાત્રા કાઢી કે, જોઇને તમે પણ રડી પડશો"

Leave a comment

Your email address will not be published.


*