જૂનાગઢથી સુરત પરત આવેલા પરિવારને હાથ પર સિક્કા મારીને કર્યા ક્વોરન્ટાઇન અને આવ્યું આવું ભયંકર પરિણામ

ગુજરાતમાં એક જિલ્લા થી બીજા જિલ્લામાં જનાર લોકોને ક્વોરન્ટીન કરવામાં આવે છે. આ માટે તેમના હાથમાં શાહી વડે સિક્કા મારવામાં આવે છે. શહેરમાં ક્વોરન્ટીનના સિક્કાના…

ગુજરાતમાં એક જિલ્લા થી બીજા જિલ્લામાં જનાર લોકોને ક્વોરન્ટીન કરવામાં આવે છે. આ માટે તેમના હાથમાં શાહી વડે સિક્કા મારવામાં આવે છે. શહેરમાં ક્વોરન્ટીનના સિક્કાના કારણે એક પરિવારના ત્રણ સભ્યોને એલર્જીથી ચામડી બળી જતા પરિવાર મૂંઝવણમાં મૂકાઈ ગયું હોવાની ઘટના સામે આવી છે. જુનાગઢથી પરત ફર્યા બાદ પરિવાર ક્વોરન્ટીનમાં છે.

સુરતમાં પ્રવેશવા માટે પાલિકા દ્વારા ત્રણ એન્ટ્રી બનાવવામાં આવી છે. અન્ય રાજ્ય કે અન્ય જિલ્લામાંથી આવતા લોકોને એન્ટ્રી પોઈન્ટ પર જ ક્વોરન્ટીનના હાથ પર સિક્કા મારી દેવામાં આવે છે. જોકે, આ કિવોરન્ટીનના સિક્કાની શાહીના કારણે એક પરિવાર મૂંઝવણમાં મૂકાઈ ગયું છે. 20મીએ જુનાગઢથી પરત ફરેલું અને સરથાણા ખાતે રહેતા દોમડિયા પરિવારના બાળકી સહિત ત્રણ સભ્યોને ક્વોરન્ટીનના સિક્કા માર્યા હતા. દરમિયાન આ સિક્કાની શાહીના કારણે એલર્જી થતા જ્યાં ક્વોરન્ટીનના સિક્કા માર્યા તે ચામડી બળી ગઈ છે. દયાબેન, પ્રફુલભાઈ, અને યશ્વી દોમડિયાને ચામડી બળી જવાનો પ્રોબ્લેમ થયો છે.

ક્વોરન્ટીનના સિક્કાની શાહીથી એલર્જી થતા ચામડી બળી જવા અંગે ડો. કેયુર દોમડિયાએ જણાવ્યું હતું કે, ક્વોરન્ટીનના સિક્કા માટે ઈલેક્શનમાં વપરાતી શાહી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ શાહીના કારણે એલર્જીથી ચામડી બળી ગઈ છે. બીજા દિવસે હેલ્થ સેન્ટરમાં જાણ કરતા દવા આપવામાં આવી હતી. એન્ટ્રી પોઈન્ટ પર પણ જાણ કરવામાં આવી હતી. તપાસ કરવા અંગે બાહેંધરી આપી હતી. ત્યારબાદ પાલિકાના ડેપ્યૂટી કમિશનર સાથે પણ વાત કરી હતી. આજે સાત-આઠ દિવસ થઈ ગયા હોવા છતા કોઈ કામગીરી કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *