મંદીના માહોલ વચ્ચે સુરતના રત્નકલાકાર પરિવારે કર્યો આપઘાતનો પ્રયાસ: માતા-દીકરીનું મોત, પિતા-પુત્ર ગંભીર

Family of Surat committed suicide: ગુજરાત (Gujarat) માં દિવસેને દિવસે આપઘાતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોઈક પારિવારિક સમસ્યાથી કંટાળીને, તો કોઈક ધંધાકીય સમસ્યાથી કંટાળીને…

Family of Surat committed suicide: ગુજરાત (Gujarat) માં દિવસેને દિવસે આપઘાતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોઈક પારિવારિક સમસ્યાથી કંટાળીને, તો કોઈક ધંધાકીય સમસ્યાથી કંટાળીને પોતાનો જીવ ટૂંકાવી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાંથી આવી જ એક આપઘાતની ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી ડાયમંડ સિટી સુરત (Diamond City Surat) માં મંદીનું મોજુ ફરી વળ્યું છે. મંદીના માહોલ વચ્ચે મધ્યમ પરિવારના લોકોની સ્થિતિ વધુ કપરી બની છે. ત્યારે સુરતમાં એક જ પરિવારના ચાર લોકોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કરતા પત્ની, પુત્રી અને પુત્રનું મોત થતા રાજ્યભરમાં ચકચાર મચી જવા પામ્યો છે.

પિતા, પુત્ર, માતા અને પુત્રીનો સામુહિક આપઘાત
મૂળ ભાવનગરના સિહોર તાલુકાના વતની અને હાલ સુરતના યોગીચોક વિસ્તારમાં રહેતો પરિવાર રત્નકલાકાર તરીકે કામ કરીને ગુજરાન ચલાવતો હતો. આ પરિવારે ઘર નજીક આવેલી અવવારું જગ્યામાં સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પરિવારના દરેક સભ્યો પિતા, પુત્ર, માતા અને પુત્રીએ સામુહિક ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના અન્ય સભ્યો ચારેય લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન પરિવારના બે સભ્યો શારદાબહેન, તેમની દીકરી અને દીકરાનું કરુણ મોત થયું હતું.

પિતા ગંભીર
તમને જણાવી દઈએ કે, પરિવારમાંથી ત્રણ લોકોના કરુણ મોત થયા છે. જ્યારે પિતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાથે સાથે જ, આ પરિવારમાંથી એક પુત્રી અને એક પુત્ર બહારગામ હતા. ઘટનાને પગલે જાણવા મળી રહ્યું છે કે, આ રત્નકલાકાર પરિવારે આર્થિક ભીસને કારણે આ ખૌફનાક પગલું ભર્યું હતું.

જોકે પરિવારના ત્રણ સભ્યોના નિધનથી સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે. તબીબોનું કહેવું છે કે, હોસ્પિટલમાં દાખલ પિતાની હાલત ખુબ નાજુક છે. મિત્રો હાલ જે રીતે સુરત ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે, જેના કારણે હજારો રત્ન કલાકારો ચિંતામાં મુકાયા છે. સાથે જ અવારનવાર આપઘાતની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટનાને કારણે ડાયમંડ બજારમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાને પગલે સરથાણા પોલીસે ઘટનાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *