પરિવાર 3 બાળકો સાથે કારમાં જઇ રહ્યો હતો, અચાનક જ વીજળી પડતા થયા એવા હાલ કે…- જુઓ વિડીઓ 

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક દિલધડક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમેં પણ ડરી જશો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વિડીઓને જોઇને તમે પણ હેરના થઇ જશો. પાંચ સભ્યો સાથે પરિવાર જઈ રહ્યો હતો જેમાં ૩ બાળકો પણ હતા અને અચાનક જ તેમની કાર પર વીજળી ત્રાટકે છે તે દ્રશ્યોને કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ૨૫ જુનના રોજ બની હતી. આ ઘટનાને પાછળની કારમાં બેસેલ એક વ્યક્તિ દ્વારા શૂટ કરવામાં આવ્યો છે.

મીડિયા રીપોર્ટસના જણાવ્યા અનુસાર, કારમાં ત્રણ વર્ષના, દોઢ વર્ષના અને ૮ મહિનાના બાળકો સહીત કુલ પાંચ લોકો સવાર હતા. વીડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે હાઈવે પર ભારે વરસાદ પડી રહ્યો છે અને અચાનક જ બ્લેક કલરની કાર પર વીજળી પડી હતી. પરંતુ મહત્વનું છે કે કારની અંદર સવાર લોકો બચી ગયા હતા.

મીડિયા રીપોર્ટસના જણાવ્યા અનુસાર જાણવા મળ્યું છે કે “કારમાં સવાર લોકો આઘાતમાં સરી પડ્યા હતા અને ખુબ જ ડરી ગયા હતા અને બાળકોને કઈ થયું નથી તે જોયું અને ત્યાર બાદ તેમને રાહતનો શ્વાસ લીધો.” કાર ખરાબ થઇ ચુકી અને રસ્તા પર જ ઉભી રઈ ગઈ હતી. આ વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *