ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

PM મોદીનું ભવિષ્ય જોનાર અને કોરોનાની ભવિષ્યવાણી કરનારને કોરોના ભરખી ગયો

ગુજરાતના દિગ્ગજ જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલાનું આજે બપોર બાદ નિધન થયું છે. થોડા દિવસ અગાઉ તેમને કોરોના લક્ષણો દેખાયા હતા. જોકે તેમના દિકરાએ કોરોના પોઝિટિવ નથી એવી સ્પષ્ટતા કરી હતી. બેજાન દારૂવાલાએ અમદાવાદની એપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.લોકપ્રિય જ્યોતિષી બેજન દારૂવાલાનું લાંબી માંદગી બાદ 89 વર્ષે અવસાન થયું છે. તેઓ ન્યુમોનિયાથી પીડિત હતા. આ અંગે તેમના પુત્ર નસ્તુરે સ્પષ્ટીકરણ આપ્યું હતું.

ગત શનિવારના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી અફવા ફેલાઇ હતી કે બેજન દારૂવાલાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ પુત્ર નસ્તુર સાથે થયેલી વાતચીત અનુસાર તેમના પિતા ન્યુમોનિયા અને ફેફસાના ચેપથી પીડિત હતા, તેમને કોવિડ 19 નથી. અમદાવાદમાં પારસી પરિવારમાં 11 જુલાઇ 1931ના રોજ જન્મેલા બેજન દારૂવાલાએ પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં જ લીધું હતું અને બાદમાં તેઓ અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા હતા. તેઓ લોકપ્રિય ચેનલો અને સમાચારપત્રોમાં જ્યોતિષ સંબંધી લેખો લખતા હતા.

ઉલ્લેખનીય છે કે 23 મેના રોજ ટીવી ચેનલોમાં રોજ જ્યોતિષ આગાહી કરનારા જ્યોતિષને જ કોરોના પોઝિટિવ આવતા અને તર્ક વિતર્ક સર્જાયા હતા. દેશ અને વિદેશમાં નામાંકીત જયોતિષી તરીકે લોકચાહના મેળવનાર અને ભગવાન ગણેશજીના પ્રખર ઉપાસક બેજાન દારુવાલાનું સ્વાસ્થ્ય અત્યંત કટોકટીભર્યું હોવાનું જાણવા મળે છે અને તેઓ કોરોના પોઝીટીવ છે. અમદાવાદની અપોલો હોસ્પીટલમાં તેમની સઘન સારવાર કરવામાં આવી રહી હતી.

મહત્વનું છે કે તેઓને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો પણ જણાયા હતાં અને રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: