11 વર્ષની ઉંમરે જોયેલું સપનું ખેડૂત દીકરીએ 26 વર્ષે પૂર્ણ કર્યું- મજાક ઉડાવનારા આજે કહે છે ‘વાહ ઉર્વશી વાહ!’

Published on Trishul News at 7:43 PM, Wed, 1 March 2023

Last modified on March 1st, 2023 at 7:43 PM

જો આપને કોઈ કાર્ય પૂર્ણ કરવાનો દર્ધ દ્રઢ સંકલ્પ કર્યે હોય તો ગમે તેવી મુશ્કેલી આવે આપણને કોઈ હરાવી શકતું નથી. ગમે તેટલી અડચણો આવવા છતાં પણ જેઓને સફળતા પ્રાપ્ત કરવી જ છે, તેઓને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નડતી નથી. તે સફળતા પ્રાપ્ત થાય જ રહે છે.

એક કહેવત પણ છે, ‘કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.’ આજે આપણે એક એવી જ દીકરી વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ દીકરીએ આકાશમાં ઊડતા એરક્રાફ્ટને જોઈ ધોરણ 6 માં સેવેલું એક સ્વપ્નું આજે વાસ્તવમાં સાકાર કર્યું છે.

સામાન્ય પરિવારની ખેડૂતપુત્રી ઉર્વશી દુબેએ આકાશમાં ઊડતા એરક્રાફ્ટને જોઈને ધોરણ 6 માં નક્કી કર્યું હતું કે, તે પાઇલટ બનશે. ઉર્વશી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના છેવાડાના કિમોજ ગામમાં તેના પરિવાર સાથે કાચા મકાનમાં રહેતી હતી.

જયારે ખેડૂતપુત્રી ઉર્વશી દુબે પાઇલટ બની ઘરે આવી ત્યારે તે લોકો બાળપણના પાઇલટ બનવાના સપનાની મજાક ઉડાવતા હતા તેજ લોકોએ આજે દીકરીને અભિનંદન આપ્યા હતા. ઉર્વશી એ ગામની જ શાળામાં ગુજરાતીમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

ત્યાર બાદ 12 સાયન્સ મેથ્સ સાથે લઈ તે આગળ વધી, ત્યાર બાદ તેમને જાણવા મળ્યું કે પાઇલટ બનવા માટે લાખોનો ખર્ચ થાય છે. પરંતુ પિતા અને દુબે પરિવારે નિર્ધાર કરી લીધો હતો કે, ઉર્વશીને પાઇલટ બનશે. ઉર્વશી પહેલા જંબુસરથી વડોદરા, ત્યાર બાદ ત્યાંથી ઈન્દોર પછી દિલ્હી અને છેલ્લે, જમશેદપુરમાં ઉર્વશીને કોમર્શિયલ પાઇલટનું લાઇસન્સ મળતા તેનું પાઇલટ બનવાનું સ્વપ્ન સાકાર થયું છે.

પાઇલટ બનવા માટે ખેડૂત પરિવારની પુત્રી ઓપન કાસ્ટને લઈ સરકારી લોન અને સાથે સાથે ખાનગી બેંકોમાં પણ લોન લીધી હતી, ઉર્વશી સાથે વાત કરતા તેને લાખોની ફી અંગે અને હદ વગરની તકલીફો વિષે તેની વેદના વ્યક્ત કરી હતી. જોકે આ તકલીફો વચે તેને મદદગાર પણ મળ્યા હોવાનો આંનદ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "11 વર્ષની ઉંમરે જોયેલું સપનું ખેડૂત દીકરીએ 26 વર્ષે પૂર્ણ કર્યું- મજાક ઉડાવનારા આજે કહે છે ‘વાહ ઉર્વશી વાહ!’"

Leave a comment

Your email address will not be published.


*