નાનકડા ગામમાં રહેતા ખેડૂતની દીકરીએ મોડલિંગની દુનિયામાં રોશન કર્યું પોતાનું નામ- મિસ ઇન્ડિયા બનવાનું સેવ્યું સ્વપ્ન

નાનકડા ગામમાં રહેતા ખેડૂતની દીકરીએ મોડલિંગની દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું. સામાન્ય પરિવારમાં જન્મેલી સુનીતા (Sunita Choudhary) રાષ્ટ્રીય સ્તરની બાસ્કેટબોલ ખેલાડી છે. તે પાંચ હજાર…

નાનકડા ગામમાં રહેતા ખેડૂતની દીકરીએ મોડલિંગની દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું. સામાન્ય પરિવારમાં જન્મેલી સુનીતા (Sunita Choudhary) રાષ્ટ્રીય સ્તરની બાસ્કેટબોલ ખેલાડી છે. તે પાંચ હજાર છોકરીઓને હરાવીને મિસ રાજસ્થાનની ફાઇનલમાં પહોંચી અને મિસ રાજસ્થાન ફિટનેસ ફ્રીક (Rajasthan Fitness Freak) નો ખિતાબ જીત્યો.

પોતાની જર્ની શેર કરતી વખતે તેણે કહ્યું કે ‘2020માં જ્યારે તેણે એક ઓટો ડ્રાઈવરની દીકરીને મિસ ઈન્ડિયા બનતી જોઈ, ત્યારે મોડલિંગ કરવાની ઈચ્છા જન્મી. પછી તે ઈચ્છા જુસ્સો બની. ઘરની હાલત એવી હતી કે હું ટ્રેનિંગ લઈ શકતી ન હતી, તેથી યુટ્યુબ પર વીડિયો જોઈને ચાલતા શીખી.’

સીકર જિલ્લાના તહેસીલ દાંતારામગઢના નાના ગામ ચિરાસરાની સુનીતા ચૌધરીએ તાજેતરમાં જ આ ખિતાબ જીત્યો છે. આ પહેલીવાર હતું જ્યારે સુનીતાએ મોડલિંગમાં પ્રવેશ કર્યો હતો. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં તેણે ક્યારેય હાર માની નહીં.

બાસ્કેટબોલમાં NIAS ડિપ્લોમા મેળવનાર પ્રથમ ખેલાડી
મૉડલિંગની સાથે સુનીતા ચૌધરીને સ્પોર્ટ્સનો પણ શોખ છે. તે બાસ્કેટબોલ રમતની રાષ્ટ્રીય ખેલાડી છે. આ સાથે તેણે બાસ્કેટબોલમાં રાજ્ય કક્ષાએ બેસ્ટ પ્લેયરનો એવોર્ડ પણ જીત્યો છે. સુનિતા બાસ્કેટબોલમાં સ્પોર્ટ્સ એન્ડ કોચિંગ (NIAS) માં ડિપ્લોમા ધરાવે છે.

12 સુધી સરકારી શાળામાં કર્યો અભ્યાસ
સુનીતા ચૌધરીએ 12મા સુધીનું શિક્ષણ ગામની જ સરકારી શાળામાં પૂર્ણ કર્યું. તે પછી તેણે શેખાવટી યુનિવર્સિટી, સીકરના સ્વામી કેશવાનંદ મહાવિદ્યાલયમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. તે હાલમાં કોટા યુનિવર્સિટીમાંથી ફીટનેશ શિક્ષણ મેળવી રહી છે. નાની ઉંમરમાં આ રેકોર્ડ હાંસલ કરનાર સુનીતા પોતાની સફળતાનો શ્રેય માતા દુર્ગા દેવી, પિતા ચેનારામ અને કાકી પ્રભાવતી દેવીને આપે છે. તેણે કહ્યું કે પિતા એક સાદા ખેડૂત છે. ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી આ પદવી લાવવી તેને સ્વપ્ન જેવું લાગતું હતું. પરિવારના સમર્થન બાદ તેણે પાછું વળીને ક્યારેય જોયું નથી.

દીકરીનું સપનું સાકાર કરવામાં વ્યસ્ત થઇ ગયો પરિવાર
સુનીતા ચૌધરીએ જણાવ્યું કે આર્થિક સ્થિતિને કારણે તે કોઈપણ એકેડમીમાં જઈને મોડલિંગ કરી શકતી ન હતી. આ પછી પણ તેણે હાર ન માની. કંઈક કરવાની ઈચ્છા અને સખત મહેનત સાથે તેણે મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો. દીકરીના સપના જોઈ પરિવારજનોએ પણ સુનીતાનું મનોબળ વધાર્યું. આ ટાઈટલ પછી સુનીતા ચૌધરી મિસ ઈન્ડિયા બનવાનું સપનું સાકાર કરવામાં વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *