મહેસાણાનાં પટેલ ખેડૂતભાઈએ વિકસાવી અનોખી ખેતપદ્ધતિ: વરસાદી પાણીથી આ રીતે કરી રહ્યાં છે ઓર્ગેનિક ખેતી

ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ માનવીની સૌપ્રથમ જરૂરિયાત પાણી હોય છે. પાણી માનવીનાં જીવન માટે સૌથી વધારે કિંમતી તેમજ જરૂરીયાતની વસ્તુ છે એટલે જ તો…

ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ માનવીની સૌપ્રથમ જરૂરિયાત પાણી હોય છે. પાણી માનવીનાં જીવન માટે સૌથી વધારે કિંમતી તેમજ જરૂરીયાતની વસ્તુ છે એટલે જ તો કહેવત છે કે, ‘જળ એ જ જીવન’. હાલના સમયમાં પાણીની બચત કરવી ખૂબ જરૂરી છે. જેને લીધે લોકો આજકાલ પાણીને બચાવવા માટે અવનવા પ્રયોગ કરતા હોય છે.

જ્યારે કેટલાંક લોકો ખુબ ઓછા પાણીમાં ઘણું બધું કરી લેતા હોય છે. આ જ રીતે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ એક ગામમાં રહેતાં ખેડૂતભાઈએ વરસાદી પાણીનો સંગ્રહ કરીને ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ લુણાસણ ગામના ખેડૂત બિપિન ભાઈ તથા ગોપાલ પટેલ નામના 2 વ્યક્તિએ વામાજ ગામમાં 100 વીઘાના આ ફાર્મમાં ઓર્ગેનિક ખેતી કરે છે.

પોતાના ખેતરમાં 100 વીઘાની જમીનમાં અનેકવિધ પ્રકારની શાકભાજી તથા અનેકવિધ પ્રકારના છોડનું વાવેતર કર્યું છે તેમજ આ તમામ છોડમાં વરસાદી પાણીનો ઉપયોગ કરીને છોડ ઉગાડવામાં આવે છે. આમ, તેઓ પાણીની બચત કરી રહ્યાં છે.

રેન વોટર હારવેસ્ટિંગ :
આ 100 વીઘાના ફાર્મમાં વરસાદમાં આવતા પાણીનો વેડફાટ કરવાની જગ્યાએ અહીં આ ખેડૂતો આ પાણીનો સંગ્રહ કરે છે. આની માટે તેમણે 3.50 કરોડ લીટર કેપીસીટ ધરાવતી એક ખેત તલાવડીનું નિર્માણ કર્યું છે. જેમાં વરસાદી પાણી વહેવાની જગ્યાએ તે પાણી આ તલાવડીમાં એકત્ર કરવામાં આવે છે.

પાણી સંગ્રહ કર્યા પછી તેઓ આ પાણીને ફાર્મમાં સિંચાઈમાં ઉપયોગ કરે છે તથા આ ફાર્મમાં સોલાર સિસ્ટમ મુકવામાં આવ્યું છે કે, જેમાં 12 hpનું સોલાર પંપ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે કે, જેથી આ પંપથી સંપૂર્ણ ટપક પદ્ધતિની સાથે પાણીની સુવિધા કરી આપે છે.

પીવા માટે પણ ઉપયોગમાં લેવાય છે :
આ તલાવડીમાં 3.50 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. આની સાથે જ આ પાણીનો પીવામાં પણ ઉપયોગ કરવો હોય તો ફિલ્ટર મારીને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ તલાવડીના પાણીનો ઉપયોગ ઉનાળાથી લઈને આગલી ઉનાળાની સીઝન સુધી કરવામાં આવે છે.

આ પાણીથી ઉગતી શાકભાજી ઓર્ગેનિક હોય છે કે, જેથી તે શાકભાજીમાં જરૂરી પોષકતત્વો મળી રહેતા હોય છે. આ ફાર્મમાં ઉગાડવામાં આવતી શાકભાજી અમદાવાદ, ગાંધીનગર જેવા મોટા શહેરોમાં વેચાણ માટે મુકવામાં આવે છે. જેમાંથી એમને યોગ્ય વળતર પણ મળી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *